Western Times News

Gujarati News

શહેરાના આંબાજેટી પાસે પરવાના વગર લાકડા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી

શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની વ્યાપક બુમો પડતી રહે છે.જેના પગલે આ લાકડાઓની ગેરકાયદેસર હેરાફેરી કરનારા ઓ સામે વનવિભાગે લાલ આંખ કરતા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

તાલૂકાના આંબાજેટી પાસે પરવાના વગર હેરાફેરી ટ્રકને વનવિભાગે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા વનવિભાગની રાઉન્ડ પેટ્રોલીંગ ટીમ બાહીથી ડેમલી તરફ હતી તે સમયે આંબાજેટી પાસ વાહન ચેકીંગમાં હતા તે સમયે એક લાકડા ભરેલી ટ્રક પસાર થતી હતી.

ત્યારે વનવિભાગની ટીમ દ્વારા તેને રોકવામા આવતા ભરેલા લાકડા અંગે પૂછપરછ કરવામા આવતા તેની પાસે જરૂરી પરવાનો મળી ન આવ્યો હતો. આથી વનવિભાગ દ્વારા પંચરવ લાકડા ભરેલી ટ્રક ઝડપીને શહેરા વનવિભાગની રેંજ કચેરી લાવામાં આવી હતી.

વનવિભાગે ૩ લાખથી વધુનો મૂદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.વનવિભાગે અગાઉ પણ શહેરા પંથકમાં પરવાના વગર ગેરકાયદેસર રીતે લાકડા ભરીને હેરાફેરી કરતી ટ્રકો,ટ્રેકટર સામે કાર્યવાહી કરી છે.વનવિભાગની કાર્યવાહીથી ગેરકાયદેસર હેરાફેરી કરનારા લાકડાચોરોમાં ફફડાટ વ્યાપો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.