Western Times News

Gujarati News

નડિયાદ નગરપાલિકામાં સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં તમામ ૧૧ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

નડિયાદ નગરપાલિકામાં સ્કૂલ બોર્ડની ચૂંટણી ૧૬ વર્ષ બાદ યોજાઈ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ નગરપાલિકા માં સન-૨૦૧૧ થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે સ્કૂલ બોર્ડની ચૂંટણી યોજાઇ ન હતી આ વર્ષે આ ચૂંટણીઓ યોજાઈ હતી આજે બહાર પડેલા પરિણામમાં તમામ ૧૧ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે

જાેકે નડિયાદ નગરપાલિકામાં ભાજપની બહુમતી હોય સ્કૂલ બોર્ડની તમામ બેઠકો ભાજપના ફાળે જશે તેવું શરૂઆતી દેખાતું હતું સામે કોંગ્રેસે આ ચૂંટણી યોજાય તેવા હેતુથી જ પોતાના ઉમેદવારો મેદાનમાં મુક્યા હતા

નડિયાદ નગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે સ્કૂલ બોર્ડની ચૂંટણી જાન્યુઆરી ૨૦૦૬ માં થઈ હતી તેની મુદત સન-૨૦૧૧ પૂર્ણ થઈ હતી પરંતુ ત્યારબાદ નગરપાલિકા દ્વારા નવી ચૂંટણી યોજી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની બોડી બનાવવા માટે કોઈ હિલચાલ કરી નહોતી

નિયમ મુજબ મુદત પૂરી થાય તો તમામ સભ્યો વિખરાઈ જાય માત્ર ચેરમેન નવી કમિટી ના રચાય ત્યાં સુધી સત્તા પર રહે તેવો નિયમ હતો ૧૧- ૧૧ વર્ષ સુધી સભ્યો વગર સ્કૂલ બોર્ડના ચેરમેન જ આ જવાબદારી ઉઠાવી હતી

નડિયાદ નગરપાલિકા માં સ્કૂલ બોર્ડની ચૂંટણી યોજાય તે માટે અવાર નવાર સામાજિક કાર્યકરોએ છેક પાલિકા નિયામક સુધી રજૂઆત કરી હતી પરંતુ પાલિકા દ્વારા આ ચૂંટણી યોજવા માટે કોઈ જાતની હિલચાલ કરી હતી

હાલમાં પાલિકાની બાવન પેકિ ૪૩ બેઠકો પર ભાજપનો કબજાે છે માત્ર એક બેઠક કોંગ્રેસ ની છે જ્યારે ૮ બેઠકો ઉપર અપક્ષ છે આમ જાેવા જઈએ તો વિરોધ પક્ષમાં માત્ર ૯ સભ્યો છે હવે સ્કૂલ બોર્ડની ચૂંટણી યોજાય તો ભાજપની સત્તા આના પર કાયમ રહે તેવા હેતુથી આ વર્ષે નગરપાલિકા દ્વારા સ્કૂલ બોર્ડની ચૂંટણી યોજવા માટે આયોજન કરવામાં આવ્યું હતું

અને આ ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસે ત્રણ વિભાગમાં થઈ ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા હતા કોંગ્રેસનું તો માત્ર આ ચૂંટણી યોજાઈ એવા હેતુથી જ પોતાના ઉમેદવારો મેદાનમાં હતા

ભાજપની ૪૩ બેઠકો પાલિકામાં છે જ્યારે પાંચ અપક્ષો એ આ સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ભાજપ તરફે મત આપવાનું નક્કી કર્યું હતું એટલે ભાજપ પાસે ૪૮ સભ્યો હતા નડિયાદ નગરપાલિકા માં આજે યોજાયેલી સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

ચૂંટણી બાદ તરત મતગણતરી હાથ ધરવામાં આવી હતી આ મત ગણતરીમાં તમામ ૧૧ બેઠકો ભાજપના ફાળે આવી છે નડિયાદ નગરપાલિકા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ૧૧ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છેધ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ નડિયાદ કમલમ ખાતે સૌ વિજેતા સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી અજયભાઈ બ્રહમભટ્ટ, ઉપપ્રમુખ રાજનભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા તથા નગરપાલિકાના કાઉન્સિલરઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.