Western Times News

Gujarati News

ગઢડાના ચિરોડા ગામે થયેલી ૧૧ લાખની ચોરીમાં ૪ પકડાયા

પ્રતિકાત્મક

ગઢડા, ગઢડાના ચિરોડા ગામે થયેલી રૂા.૧૧ લાખની ચોરીનો ભેદ ઉકેલીને પોલીસે ચાર શખ્સની ધરપકડ કરી હતી. ચારેયને સાત દિવસના રીમાન્ડ પર મેળવીને મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી.

આ ચોરી અંગે ખીજડીયા ગામની સીમમાં રહેતા મૂળ લાઠીદડના પ્રતાપ કાળુભાઈ જીલીયા,કાળુ લખુભાઈ જીલિયા, વડોદ ગામની સીમમાં રહેતા હરેશ ઉર્ફે ભૂરી ચંદુભાઈ જીલિયા અને વડોદની સીમમાં રહેતા મૂળ હળીયાદના ઘનશ્યામ ઉર્ફે અંગી બચુભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી.

ગઢડા તાલુકાના ચિરોડા ગામે રહેતા રઘુભાઈ કરશનભાઈ કેવડીયા એ પોલીસમાં એવી ફરીયાદ હકીકત જણાવી હતી કે તા.૧ર ના રોજ રાત્રી ના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના રહેણાંક મકાનમાં એકલા સુતા હતા એ વખતે રાત્રીના અઢી વાગ્યાની આસપાસ અજાણ્યા ચાર ચોર ઈસમો મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી

બે રૂમમાં ચોરી કર્યા બાદ ફરીયાદી જાગી જતા ફરીયાદીને પકડી લઈને ગળે છરી રાખી રૂમમાં પલંગ ઉપર ઉંધો સુવડાવી દીધો હતો. અને ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને કબાટમાં રાખેલા રોકડા રૂા.૧૧ લાખ તથા રાધાકૃષ્ણ ની પંચધાતુની મૂર્તિ કિં.રૂા.૧૦૦૦ની ચોરી કરી નાસી ગયા હતા.

ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર રેન્જ પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર યાદવ ની સુચનાથી બોટાદજીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ચિરોડા ગામ તેમજ આસપાસના ગામડા ઓમાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી

તેમજ જીલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવીને અગાઉ આવા પ્રકારની ચોરી કરેલ. ઈસમોને શોધીને યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં મૂળ લાઠીદડ ગામના અને હાલ ખીજડીયા ગામની સીમમાં મજુરી કામ કરતા પ્રતાપ કાળુભાઈ જીલીયાને લાવી સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.

અને સદર ચોરી પોતે તથા પોતાના પિતા કાળુભાઈ લખુભાઈ જીલિયા તથા તેના કુટુૃબી ભાઈ હરશ ઉર્ફે ભૂરી ચંદુભાઈ જીલિયા તથા ઘનશ્યામ ઉર્ફે અંગા બચુભાઈ વાઘેલાએ સાથે મળીને આ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

જેથી સહઆરોપીઓને ખીજડીયા ગામની સીમ તથા વડોદ ગામની સીમ, રાજકોટ શહેર મુકામેથી હસ્તગત કરી લીધા હતા. પુછપરછ દરમ્યાન ચોરીની કબુલાત આપી હતી. જેથી ચારેય આરોપીઓને કોર્ટમાં દિન-૧૪ના પોલીસ રીમાન્ડની માંગણી કરતાં કોર્ટ દ્વારા સાત દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

આ રીમાન્ડ દરમ્યાન આરોપીઓએ ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર તથા ચોરી કરેલ મૂર્તિ કિ.રૂા.૧૦૦૦ કબજે કરવામાં આવી હતી. તેમજ રોકડા રૂા.૧૧ લાખ ક્યાં છુંપાવ્યા છે ? તે બાબતે સઘન પૂછપરછ ચાલી રહી હોવાનું પોલીસ વર્તુળોમાંથી જાણવા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.