કચ્છના પ્રવાસે આવેલી ખાનગી બસ પલટી મારતા એક પ્રવાસીનું મોત

ભુજ, દેશના પશ્ચિમ છેવાડે આવેલો કચ્છ જિલ્લો હવે બારેમાસ પ્રવાસી વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અહીં લગાતાર સહેલાણીઓ આવતા રહે છે.
આજ રીતે આજે સોમવારે વડોદરાથી કચ્છ પ્રવાસે આવેલી એક ખાનગી લક્ઝરી બસ અકસ્માતે પલટી જવા પામી હતી. નખત્રાણા તાલુકાના મેરૂ-દેશલપર વચ્ચેના માર્ગ પર આજે સોમવારે બપોરે બસ પલટી જતા તેમાં સવાર સાહબાઝ ખાન પઠાણ નામના મુસાફરનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પ્રવાસીઓનો હળવી ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બસ પલટી જવાનો બનાવ આજે સોમવારે બપોરે ૦૧ઃ૩૦ની આસપાસ હાજીપીર તરફ જતા માર્ગે બન્યો હતો. જેમાં વડોદરાના એક પ્રવાસી યુવકનું બસ તળે ચગદાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. હતભાગીના મૃતદેહને નખત્રાણા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જાે કે અન્ય મુસાફરોને સદભાગ્યે નજીવી ઈજાઓ પહોંચી હોવાનું નખત્રાણાના લખન દેસાઈએ જણાવ્યું હતું.HS