Western Times News

Gujarati News

રખડતાં ઢોરના ત્રાસને દૂર કરવા માત્ર ઝડપથી કાયદો લવાશેઃ રાજય સરકાર

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ મહત્વનું નિવેદન કર્યું છે. જેમાં રખડતાં ઢોરના ત્રાસને દૂર કરવા માત્ર ઝડપથી કાયદો લવાશે તેવું નિવેદન કર્યું છે.

આ મામલે ડ્રાફ્ટ એક્ટ તૈયાર થઈ ગયો હોવાની જાણ પણ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોર તથા તેમના માલિકો દ્વારા યોગ્ય રીતે જાળવણી ના થતી હોવાના દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જે મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ આ મહત્વની વાત મૂકી છે.

ઢોરના ત્રાસ અને ઢોરની જાળવણી મુદ્દે અરજીગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના ત્રાસ તથા તેની જાળવણી સંદર્ભે વધુ એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. એડવોકેટ નિલય પટેલ દ્વારા પાર્ટી ઇનપર્સન તરીકે કરવામાં આવેલી અરજીમાં રખડતા ઢોરના કારણે ઉભી થતી સમસ્યાની સાથે-સાથે જાહેરમાં તેમને છોડી મૂકવામાં આવતા બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગતા જાેખમકારક સાબિત થાય છે. ન માત્ર તે પશુઓ પરંતુ તેના દૂધ થકી લોકો માટે પણ તે હાનિકારક સાબિત થઈ શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે.

પશુઓ બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે’ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ ધ એનિમલ એક્ટ’, પ્રમાણે કેટલાંક પશુ માલિકો દ્વારા ગાયો માટે આહાર પાણી તથા રહેવાની વ્યવસ્થા પણ ન કરવામાં આવતી હોવાની રજૂઆત અરજદારે કરી છે.

આ ઉપરાંત પશુ માલિકો ઘણીવાર તેને ચડવા માટે છૂટા મૂકી દે છે. જેના કારણે અકસ્માત થવાની સમસ્યા પણ અવારનવાર જાેવા મળી રહી છે. જેના કારણે તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે.

હાઈકોર્ટે રાજ્ય સરકાર એએમસી ઔડાને નોટિસ ફટકારીઆ મામલે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાને નોટિસ પાઠવી છે. ઉપરાંત આ અરજીને મુખ્ય ન્યાયધીશની બેન્ચ સમક્ષ ચાલી રહેલી આ બાબતની કન્ટેમ્પ્ટ અરજી સાથે જાેડી છે. જેથી આ બન્ને અરજીની સુનાવણી એકી સાથે કરવામાં આવશે.

રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા સરકાર કાયદો લાવશેસુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં રાજ્ય સરકાર રખડતા ઢોર ત્રાસને દૂર કરવા માટે ખાસ કાયદો લાવી રહી છે. તેની સમીક્ષા બાદ ટૂંકા સમય તે પસાર કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.