કર્ણાટકમાં ખીણમાં ફસાયેલા ૧૯ વર્ષીય છાત્રનું રેસ્ક્યુ કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Karnatak-2-1024x576.jpg)
બેંગાલુરૂ, ભારતીય વાયુસેનાના આશ્ચર્યજનક કારનામાઓ હંમેશા ચર્ચામાં રહે છે. વાયુસેનાએ તાજેતરમાં જ એક સાહસી ઓપરેશનમાં કર્ણાટકના નંદી હિલ્સ ખાતે ખીણમાં ફસાયેલા ૧૯ વર્ષીય વિદ્યાર્થીનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીનો રહેવાસી નિશંક એકલા જ ટ્રેકિંગ માટે નીકળ્યો હતો અને આશરે ૩૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડ્યો હતો. જાેકે સદનસીબે તે વચ્ચે ફસાયો હતો.
જાે લપસી જાત તો આશરે ૩૦૦ ફૂટ નીચે ચટ્ટાન પર જઈને પડેત. નિશંક બેંગાલુરૂ ખાતે એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. આ સાહસી મિશનમાં ભારતીય વાયુસેના અને ચિક્કબલ્લાપુર પોલીસે એક ૧૯ વર્ષીય વિદ્યાર્થીનો જીવ બચાવ્યો હતો. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં કેરળ ખાતે પણ આવી જ એક ઘટનાને અંજામ આપ્યો હતો. વાયુસેનાએ પલક્કડ ખાતે પહાડની તિરાડમાં ફસાયેલા આર બાબૂ નામના એક ટ્રેકરને ૪૫ કલાક બાદ બચાવી લીધો હતો. ભારતીય સેના, નૌસેના અને એનડીઆરએફએ સાથે મળીને તે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.SSS