Western Times News

Gujarati News

મહિલા પરાઠા સ્ટોલ ચલાવી પુત્રીઓનો ઉછેર કરી રહી છે

અમૃતસર, ઈન્ટરનેટ પ્રેરક સામગ્રીથી ભરેલુ છે. કોઈને પડકારોથી પાર કરતા જાેઈને આપણને પણ આવુ જ કરવા અને સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે અને કંઈક મેળવવાની તે પ્રકારની જ્વલંત ઈચ્છાની સાથે, આપણે આપણા જીવનમાં તમામ મુશ્કેલીઓને પાર કરી શકીએ છીએ.

આ કહાની અમૃતસરના એક સ્ટ્રીટ વેન્ડરની છે જે એક સ્ટોલ પર પરાઠા વેચનાર વીનાની છે જેમણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
તેમની પ્રેરક કહાની અને આકરી મહેનત આમાંથી કેટલાક લોકો માટે પ્રકાશની કિરણ તરીકે બની છે જે સતત પડકારોનો સામનો કરી રહ્યા છે. વીડિયોમાં આપણે વીનાને તેમના પરાઠા સ્ટોલ પર ખાવાનુ બનાવતા જાેઈ શકીએ છીએ.

વીના છેલ્લા ૨૦ વર્ષથી હાઉસ હેલ્પ છે અને તેમને ચાર દિકરીઓ છે પરંતુ પતિના મોત બાદ તમામ જવાબદારીઓ તેમના ઉપર આવી ગઈ. જેથી દિકરીઓનો ઉછેર કરવા માટે આ મહિલા હવે એક પરાઠા સ્ટોલ ચલાવે છે અને અમૃતસરમાં સૌથી મોટા પરાઠામાના એક બનાવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.