સ્ટેટ હાઈવેની આસપાસની જમીનોના ભાવ આસમાને
આસપાસની જમીનોમાં દુકાનોઃમોલ્સ ઉભા થયાની પ્રતિતિ વ્યક્ત કરતા કિસાન સંઘના આગેવાનો
(પ્રતિનિધિ દ્વાર)અમદાવાદ, ગુજરાતમાં જમીનોના ભાવ જાણે કે રોકેટ ગતિએ વધી રહ્યા હોવાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યાના દાવાઓ થઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીનોના ભાવ લગડી મળતા આજકાલ જમીનોનું ધુમ વેચાણ થઈ રહ્યુ છે.સ્ટેટ હાઈવેની આસપાસની જમીનોના ભાવ ઉંચકાતા ખેડૂતો પણ જમીનો વેચી રહ્યા છે. કિસાન સંઘના આગેવાનોને તેની પ્રતિતિ થઈ રહી છે.
સ્ટેટ હાઈવેની આસપાસની રોડ સાઈડની એકાદ કિલોમીટર સુધીની જમીનો વેચાઈ રહી છે ત્યાં દુકાનો, મોલ્સ થઈ રહ્યા છે. ખેડૂતો જમીનો વેચી રહ્યા છે અને નવુ રોકાણ અંદરની તરફની જમીનો સસ્તા ભાવે ખરીદીને રોકાણ કરી રહ્યા છે.
જાે કે આ બધાની વચ્ચે ખેતી તૂટી રહી હોવાની આશંકા પ્રબળ બની રહી છે. ખેડૂતોની નવી પેઢી તો ખેતીથી દુર થઈ રહી છ. મોટાભાગના યુવાનો ખેતી કરવા માંગતા નથી. અને વ્હાઈટ કોલર જાેબ શોધે છે. અગર તો વિદેશ જવાની તૈયારીઓ કરતા નજરે પડી રહ્યા છે.
કિસાન સંઘના આગેેવાનોએ આ વાતનો સ્વીકાર કરતા જણાવ્યુ હતુ કે આ બાબતે અમારા ધ્યાન પર આવી છે. પરંતુ આ વ્યક્તિગત મામલાઓ હોવાથી કોઈને કશુ કહી શકાતુ નથી. પણ હકીકત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટેટ હાઈવેની આજુબાજુની જમીનોના ભાવ વધતા ઘણા ખેેડૂતો જમીન કાઢી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ તો ભાવ ઓછા હોવા છતાં કૌટુંબિક કારણોસર જમીનો વેચાઈ રહી છે.
મોટી જમીનો અલગ અલગ ટુકડાઓમાં વિભાજીત થતાં ખેતેીને અસર થઈ રહી છે. બીજી તરફ નવી યુવા પેઢી ખેતીના વ્યવસાયથી દૂર થઈ રહી છે. પોતાના ભાગની જમીન વેચીને લોકો શહેર તરફ સ્થળાંત્તર કરી રહ્યા છે. પાછલા બે દાયકાથી આ પ્રકારનું ચલણ વધ્યુ છે. હવે તો જમીનોના ભાવ ઉંચકાતા આ પરિસ્થિતિ વધુ ઘેરી બની રહી છે.