Western Times News

Gujarati News

રાજ્યમાં CNG વાહનો વધ્યા પણ પંપ ઓછાઃ પીકઅવર્સમાં તકલીફ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં ધીમે ધીમે વાહનચાલકો પોતાના વાહનોને સીએનજીમાં પરિવર્તિત કરી રહ્યા છે. પરંતુ સીએનજી ગેસ પુરાવા માટેના રીફીલીંગ સ્ટેશનો ઓછા છે. જે તે સેન્ટરો પર ગેસ પુરાવવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે.

અમુક સ્થળોએ તો વાહનચાલકોને અડધો કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે ત્યારે તેમનો નંબર આવતો હોય છે. જેનેે લઈને વાહનચાલકોમાં અસંતોષની લાગણી સાથે ફરીયાદો ઉઠી રહી છે.

વળી, હાઈવે પર તો કઈ જગ્યાએ સીએનજીના પંપ આવેલા છ ેતેના કોઈ જ સાઈન બાર્ડ નહીં હોવાથી વાહનચાલકોને આમતેમ ભટકવુ પડે છે.ે ત્યાં સુધીમાં તો ગેસ પણ પૂરો થઈ જવાની નોબત આવી જાય છે.

દિન-પ્રતિદિન વાહનોની સંખ્યા પણ વધી રહી છે. તેમાંથી ૪પ ટકાથી વધારે વાહનો સીએનજી થઈ ગયા હોવાનો અંદાજ છે. તેની સામે સીએનજીના રિફીલીંગ સેન્ટરો ઓછા છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ રીફીલીંગ સેન્ટરો હોય છે.

જાે કે ગેસ પુરાવા માટે મોટી મોટી કતારો જાેવા મળે છે. સૌથી વધારે કફોડી હાલત તો હાઈવે પર થાય છે. એક તો સીએનજી પંપ ઓછા હોય છે અને પુરાવવાવાળાની સંખ્યા વધારે જાેવા મળે છે.

અમદાવાદ- વિરમગામ હાઈવે પરના નેનો પ્લાન્ટ પાસેના સીઅનજી પંપમાંથી બે-ત્રણ જ પંપ ચાલુ હોય છે. મોટાભાગના બાકીના પંપ બંધ હોય છે એવી ફરીયાદ વાહનચાલકો તરફથી થઈ રહી છે. વાહનચાલકોને લાઈનમાં ગેસ પુરાવવા લાંબો સમય સુધી ઉભા રહેવં પડે છે.

તો બીજી તરફ હાઈવે પર સીએનજીના પંપ ક્યાં આવેલા છે તેની પણ કોઈ જાણકારી કે માહિતી દૃશાવતા બોર્ડ મારવામાં આવતા નહીં હોવાથી હાઈવે પર ગેસ પુરાવવો હોય ત્યારે વાહનચાલકોને આમતેમ ભટકવુ પડે છે. લાંબી રઝળપાટ પછી પંપ મળતો હોવાનું ઘણીવાર જાેવા મળતુ હોય છે એમ વાહનચાલકો જણાવી રહ્યા છે.

વાહનો વધ્યા છે તેની સામે સીએનજી પંપ વધ્યા નથી. પીકઅવર્સમાં તો ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. ખરેખર તો સીએનજી ગેસના પંપ વધારવા જાેઈએ, તદુપંરાત સર્વિસની બાબતમાં પણ સુધારો કરવો જાેઈએ.ે ગેસ ઓછા પ્રેશરથી આવતો હોવાની ફરીયાદ પણ વાહનચાલકો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.