Western Times News

Gujarati News

બીજા વિશ્વ યુદ્ધ પર બની રહી છે ધ ગુડ મહારાજા

મુંબઇ, ભારત અને પોલેન્ડ વચ્ચે એક રોચક ઈતિહાસ સર્જાયો હતો. જામનગરના મહારાજા, દિગ્વિજયસિંહજી રણજિતસિંહ જાડેજા (જેઓ જામ સાહેબ તરીકે ઓળખાય છે)એ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એ સમયના સોવિયત રશિયામાંથી બચાવાયેલા ૧૦૦૦ બાળકોને બલાચડી, ગુજરાતમાં શરણ આપી હતી.

એ બાળકો મહારાજા સાહેબને પ્રેમથી બાપૂ પણ કહેતા હતા. પોતાની મેગા બજેટવાળી ઈન્ડો-પોલિશ ફિલ્મ નો મીન્સ નો દ્વારા સમાચારમાં રહેનારા બોલીવુડ ફિલ્મમેકર વિકાસ શર્માએ મહારાજા દિગ્વિજયસિંહજી રણજિતસિંહ જાડેજા દ્વારા ૧૦૦૦ પોલિશ બાળકોને બચાવાવ માટે કરવામાં આવેલા યુદ્ધની દિલને સ્પર્શી જતી સત્ય ઘટના પર આધારિત પોતાના આગામી પ્રોજેક્ટ ધ ગુડ મહારાજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ ફિલ્મ રાજ કપૂરની યાદ અપાવે છે. ૧૯૭૦ની ફિલ્મ મેરા નામ જાેકર કે જેણે ભારત અને સોવિયત રશિયા વચ્ચેના સંબંધોને ફરીથી મજબૂત કરી દીધા હતા. જાે કે, મહારાજા દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાની દીકરી હર્ષદકુમારીનું ગઈ ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ નિધન થયુ હતુ.

જાે કે, ફિલ્મ ધ ગુડ મહારાજામાં સંજય દત્ત નવાનગર (હાલનું જામનગર)ના મહારાજા જામ સાહેબની મુખ્ય ભૂમિકામાં છે અને સાથે જ ધ્રુવ વર્મા એક રશિયાઈ સ્નાઈપરના લીડ રોલમાં છે. પરંતુ આ ફિલ્મમાં તે હીરોની ભૂમિકા ભજવી રહ્યો છે કે પછી વિલનની એ હજુ સુધી જાણવા મળ્યુ નથી. તેમની સાથે ગુલશન ગ્રોવર, દીપરાજ રાણા, શરદ કપૂર અને નાજિયા હુસૈન જેવા દિગ્ગજ એક્ટર્સ પણ છે.

જેઓ પોલેન્ડના ટેલેન્ટેડ એક્ટર્સ એના એડોર, કેટ ક્રિશ્ચિન, અન્ના ગુજિક, નતાલિયા બાક, પાવેલ ચેક, સિલ્વિયા ચેક, જેરજી હેંડજલિક અને જેસેકા બિંદા પણ છે. એવી ચર્ચા છે કે, આ ફિલ્મ ૪૦૦ કરોડ રૂપિયાના મેગા બજેટમાં તૈયાર થઈ રહી છે અને તે એક શાનદાર ફિલ્મ હોવાની આશા સેવવામાં આવી રહી છે. આ અંગે ફિલ્મ મેકર વિકાસ શર્માએ જણાવ્યું કે, આ એક પ્રકારની માસ્ટરપીસ સ્ટોરી છે.

આ સિવાય ફિલ્મ સાથે સંકળાયેલા તમામ પક્ષ માટે રિસર્ચ સૌથી મહત્વપૂર્ણ છે. ભલેને પછી તે સ્ક્રિપ્ટિંગ હોય, ડાયલોગ્સ હોય, એક્શન હોય, કોસ્ચ્યુમ વગેરે કેમ ન હોય. દર્શકોને ફિલ્મમાં સૌથી પ્રમાણિક અનુભવ થાય એ માટે ફિલ્મનો દરેક ડિપાર્ટમેન્ટ ઊંડાણપૂર્વક રિસર્ચ કરી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.