Western Times News

Gujarati News

“બધાઈ દો” ફિલ્મનું કલેક્શન ૧૨.૫ કરોડ પર પહોંચ્યું

મુંબઇ, બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ બધાઈ દોને દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, બધાઈ દોનું અત્યાર સુધીનું થિયેટરમાં કલેક્શન રૂપિયા ૧૨.૫ કરોડ થયું છે.

રિપોર્ટમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે બધાઈ દોનું કલેક્શન રૂપિયા ૧૭થી ૧૮ કરોડ આસપાસ પહોંચી શકે છે. ફિલ્મ ‘બધાઈ દો’ વેલેન્ટાઈન વીકમાં તારીખ ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ બધાઈ દો થિયેટરમાં દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘બધાઈ દો’ની પ્રશંસા થઈ રહી છે અને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાથે-સાથે ફિલ્મ ‘બધાઈ દો’ના કલાકારો પણ ખૂબ ખુશ છે કારણકે આ ફિલ્મ સમાજને જરૂરી મેસેજ આપી રહી છે. બધાઈ દોની સફળતા વિશે વાત કરતા એક્ટર રાજકુમાર રાવે કહ્યું કે અમને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે ઈચ્છતા હતા કે દર્શકો પરિવાર સાથે ‘બધાઈ દો’ થિયેટર્સમાં જુએ.

જેમાં અમે સફળ થયા છીએ. આ ફિલ્મ એક જરૂરી સંદેશ પણ લોકો સુધી પહોંચાડી રહી છે. જે મેસેજ માત્ર પરિવાર નહીં પણ આખા સમાજમાં ચર્ચાય તે જરૂરી છે. જ્યારે એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે કહ્યું કે ‘આગામી પેઢીના લોકોમાં આ ફિલ્મ બદલાવ લાવી છે. મને ખુશી છે કે હું આ ફિલ્મનો એક ભાગ છું. મને સોશિયલ મીડિયા પર મેસેજ મળી રહ્યા છે.

બધાઈ દો ફિલ્મ ૩૦ વર્ષની ઉંમરની આસપાસના કપલની કહાણી છે જેમાં એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. જેમાં અસામાન્ય કહી શકાય તેવા પ્રકારના લગ્ન અને રિલેશનશિપની વાત છે. આ લગ્નમાં પતિ અને પત્ની વચ્ચેના ઘણાં રહસ્યો છે કે જેમાંથી કોમેડી ઊભી થાય છે.

‘બધાઈ દો’માં એક્ટર રાજકુમાર રાવ પોલીસવાળાના રોલમાં છે જ્યારે ભૂમિ પેડનેકર પીટી ટીચરના રોલમાં છે. જંગલી પિચ્ચર્સની ફિલ્મ ‘બધાઈ દો’માં મ્યુઝિક અમિત ત્રિવેદી, તનિષ્ક બાગચી, અંકિત તિવારી, ખામોશ શાહ અને હિતેશ મોદકે આપ્યું છે.

‘બધાઈ દો’ની પ્રિન્સિપલ ફોટોગ્રાફી ૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ દહેરાદૂનમાં શરૂ થઈ હતી અને પ્રથમ શેડ્યુલ ૨૫ ફેબ્રુઆરીના રોજ પૂરું થયું હતું જ્યારે આખી ફિલ્મનું શૂટિંગ ૬ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરું થયું હતું. ‘બધાઈ દો’ના લેખકોમાં સુમન અધિકારી, અક્ષત અને હર્ષવર્ધન કુલકર્ણી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.