Western Times News

Gujarati News

પરિવાર માટે રોલને પચાવવો મુશ્કેલ હતો: દીપિકા

મુંબઇ, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ ફિલ્મ ગહેરાઈયાંને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને ફેન્સ તરફથી પોઝિટિવ રિસપોન્સ મળ્યો છે. શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં દીપિકાએ અલિશાનો રોલ ભજવ્યો છે.

અલિશા એવું પાત્ર છે જે ખૂબ સંવેદનશીલ અને લાગણીઓની બાબતમાં કાચી છે, જે પોતાની જ કઝિનના ફિઆન્સેના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં દીપિકાની એક્ટિંગના પણ ભરપૂર વખાણ થયા છે. તો દીપિકા અને સિદ્‌ઘાંત ચતુર્વેદીના ઈન્ટીમેટ સીનની પણ ખાસ્સી ચર્ચા રહી હતી.

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું છે કે, તેના પાત્ર અંગે તેના પરિવારનો શું અભિપ્રાય હતો. દીપિકાનું કહેવું છે કે, તેના પરિવાર માટે આ રોલને પચાવવો મુશ્કેલ હતો. ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું, પર્સનલ લેવલ પર તેના પરિવાર માટે આ પાત્રને પચાવવું મુશ્કેલ હતું. આ વિશે વિગતવાર જણાવતાં એક્ટ્રેસે કહ્યું કે, તેના પરિવારે તેને નજીકથી વિવિધ બાબતોમાંથી પસાર થતી જાેઈ છે અને તેણે ફિલ્મમાં જે અનુભવ્યું તે સમજવું પરિવાર માટે મુશ્કેલ છે. આ ફિલ્મમાં મેન્ટલ હેલ્થ અંગે પણ ખૂબ સચોટ રીતે વાત કરવામાં આવી છે.

દીપિકાએ કહ્યું, મને લાગે છે કે તેમને મારું પર્ફોર્મન્સ ખરેખર ખૂબ ગમ્યું છે. ફિલ્મમાં માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બીમારીને જે પ્રકારે દર્શાવાઈ છે તે ખૂબ મોટું છે. અગાઉ પોતાના પાત્ર પર પ્રકાશ પાડતાં દીપિકાએ કહ્યું હતું કે, તેના પાત્ર અલિશાએ જે પસંદગીઓ કરી છે તેનાથી તે સહમત નથી થતી.

તેણે આ પાત્ર ભજવ્યું જેથી વોકો જાેડાઈ શકે અને તેના અંગે ધારણો ના બાંધે. એક્ટર તરીકે તમારે પક્ષપાત રાખ્યા વિના તે પાત્રમાં ઘૂસવું પડે છે અને તેને રજૂ કરવું પડે છે. હાલમાં જ દીપિકાએ ફિલ્મને મળેલા સારા પ્રતિસાદ માટે સૌનો આભાર માન્યો હતો. તેણે એક નોટ શેર કરતાં લખ્યું હતું, “‘ગહેરાઈયાં’ને મળેલો રિસપોન્સ ચકિત કરનારો છે. આર્ટિસ્ટ તરીકે અલિશા મારા માટે ભાવનાઓથી ઘેરાયેલું, ભૂંસી ના શકાય તેવું અને સ્વાદિષ્ટ પાત્ર છે. હું ખૂબ ખુશ છું અને ભાવવિભોર થઈ છું સાથે જ કૃતજ્ઞતા અનુભવું છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.