Western Times News

Gujarati News

ઔડાએ ત્રણ ઓવર બ્રિજ માટે રૂ.૧૧૬.૮૨ કરોડ મંજૂર કર્યાં

File photo

અમદાવાદ, ઔડાના અધ્યક્ષ અને મ્યુનિ. કમિશનર લોચન સહેરાના અધ્યક્ષસ્થાને મળેલી ઔડાની બોર્ડ મીટિંગમાં મુખ્ય કારોબારી અધિકારી તથા અન્ય બોર્ડ મેમ્બરની ઉપસ્થિતિમાં ઔડાના નવા નાણાંકીય વર્ષના બજેટને મંજૂરી આપવામાં આવી છે. ઔડાના બજેટમાં વિસલપુર-નર્મદા કેનાલ, ઘુમા રેલવે ઓવરબ્રિજ અને ભાટ ગામે અપોલો સર્કલ ખાતે એમ ત્રણ સ્થાને ૧૧૬.૮૨ કરોડની જાેગવાઈ સાથે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઔડાના બજેટમાં ખાસ કરીને ઔડા (મ્યુનિ. વિસ્તાર અને ગાંધીનગર મ્યુનિ. વિસ્તાર)ની દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજનાના (ડેવલપમેન્ટ પ્લાન)ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ ૨૧ હેઠળ પુનરાવર્તિત કરવાની દરખાસ્તને સર્વાનુમત્તે મજૂરી આપવામાં આવી હતી. ઔડા અધ્યક્ષ લોચન સહેરા બજેટમાં કરેલી જાેગવાઈની વિગતો પણ આપી છે જેમાં તેમના જણાવ્યા અનુસાર ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨નાં બજેટમાં સુધારેલી આવકનો અંદાજ ૩૪૨.૫૯ કરોડ તતા સુધારેલા ખર્ચનો અંદાજ ૬૭૪.૬૪ કરોડ થવા પામે છે.

જ્યારે આગામી નાણાંકીય વર્‌? ૨૦૨૨-૨૩માં ૧૩૫૬.૨૯ કરોડની આવક અને ૧૨૧૦.૧૭૩ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. શરૂઆતની અંદાજિત પુરાંત સિલક ૧૧૦૫ કરોડ તેમજ વર્ષની અંતે પુરાંત રકમ ૧૨૫૦.૫૬ કરોડની રહેવાની ધારણા છે. ઔજાના બજેટમાં મૂડી અને મહેસુલી આવક પેટે ૮૦૬ કરોડ તેમજ ડિપોઝિટ પેટે ૭૫ કરોડ તેમજ લોન પેટે ૪૭૫ કરોડ મીને કુલ ૧૩૫૬ કરોડની આવકનો અંદાજ છે.

ઔડાના બજેટમાં કરેલી જાેગવાઈઃ ઔડા વિસ્તામાં સ્મશાન સહિતના સુવિધાના કામો માટે ૧૧.૨૬ કરોડ, ગ્રીન ઔડા માટેએક લાખ વૃક્ષારોપણ અને જાળવણી માટે બે કરોડ, ઔડા વિસ્તારના ગામોમાં રોડ, પાવરબેક, સ્ટ્રીટલાઈટ, સ્મશાન માટે ૧૬.૮૦ કરોડ, ઔડાની જૂની જર્જરિતા આવાસ યોજનાઓને જમીનદોસ્ત કરીને રિડેવલપમેન્ટ માટે પાંચ કરોડ, બોપલ ફાયર સ્ટેશન કામગીરી પૂર્ણાતાના આરે, ના ફાયર સ્ટેશન માટે ૯.૩૫ કરોડ, ઔડા ખાતે આઈટી આધુનિક બનાવવા માટે ૫ કરોડ, એડીબી પ્રોજેક્ટ મજૂર થતાં ઔડા વિસ્તારમાં રિંગરોડ ઉપર ૧૦ બ્રિજ પાણી ગટર વગરે માટે ૧૦૦.૫૦ કરોડની જાેગવાઈ કરાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.