Western Times News

Gujarati News

સવલાસ, બામણવા, મીઠા ઘોડા, જરવલ્લા ગામોના ૨૦૦ લોકોને લોનની લાલચ આપી ઠગાઇ

પ્રતિકાત્મક

અમદાવાદ પાલડી મુકામે ચેક લેવા બોલવતા દરેક કારમાં બેસાડી ૭,૮૫,૦૦૦નો ચેક આપેલ, પરંતુ ચેક જમા કરાવવા જતા બેંકમાં ખાતુ બંધ

વઢવાણ, દસાડાના સવલાસ બામણવા, મીઠા ઘોડા, જરવલ્લા ગામોના અંદાજે ૨૦૦ લોકોને તાત્કાલીક લોન ૭૩ ટકા સબસીડી સાથે મજૂર કરાવી આપવા ૧૭૦૦ રૂપિયા આપો તાત્કાલીક લોન મેળવો ૭૩ ટકા સબસીડી તાત્કાલિક સ્થળ ઉપર જ પ્રથમ ૧૭૦૦ આપો.

સવલાસ ગામના ભોગ બનનાર ઉમેદખાન ચાંદાજી એક વરસ પહેલાનુ એનજીઓનું ઓળખકાર્ડ ધરાવતા શખસ વિવિધ યોજનાઓમાં મૃત્યુ પામનારને ૭૩ ટકા સુધી સબસીડી સહાય લોન યોજના આપવાની વાત કરી ૧૭૦૦ રૂપિયા આપવા કહી ત્યારબાદ બધા અમદાવાદ પાલડી મુકામે ચેક લેવા બોલવતા દરેક કારમાં બેસાડી ૭,૮૫,૦૦૦નો ચેક આપેલ,

પરંતુ ચેક જમા કરાવવા જતા બેંકમાં ખાતુ બંધ હોવાનું જણાવતા એનજીઓના વ્યક્તિના નંબર પર ફોન કરી પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યા અંતે મોબાઇલ નંબર આપવા લાગ્યા ત્યારે લોકો છેતરાયાની હકીકત સામે આવી ૧૭૦૦ રૂા. ગયા અને ગાડી ફરી અમદાવાદ ગયા ખર્ચ માથે પડ્યો.

આ અંગે અમે વીડિયો બનાવેલ તે પોલીસને સોંપશું. ત્યારે બીજી બાજુ મીઠા ઘોડાના લોકોનો વડોદરા બોલાવી ચેક આપવા લેવા બોલાવેલ પણ ચેકો બાઉન્સ થયા આ અંગે સવલાસના ઉમરખાન મલેક જણાવે છે કે અમે પોલીસ ફરિયાદ કરીશું જ્યારે નાયબ પોલીસ અધિકારી ડીવાયએસપી જેડી પુરોહિતે જણાવ્યું કે જાે ફરિયાદ નોંધાવશે તો કાર્યવાહી કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.