ખોદો- નવા રસ્તા બનાવો-વળી પાછા ખોદોની નીતિથી કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓનુૃ ખોદકામ એ નવી વાત રહી નથી. સરસ મજાનો રોડ બની ગયો હોય પછી કોઈપણ ડીપાર્ટમેન્ટવાળા આવીને આડધેડ રસ્તાઓ ખોદી નાંખે છે.એક તો પ્રજા હેરાનપરેશાન થાય અને પૈસાનું પાણી થાય એ અલગ વાત. રસ્તાઓ બનાવતા પહેલાં અંડરગ્રાઉન્ડ કામગીરી પહેલા કેમ પૂર્ણ કરાતી નથી?
પરંતુ આ તો રસ્તા- ફૂટપાથ બને પછી તેના પર હથોડા ઝંીંક કે બુલડોઝર ફેરવીને ખેદાનમેદાન કરી નાંખવામાં આવે છે. પાછા કામ ઝડપથી પણ થતાં નથી. ઉદાહરણ તરીકે જાેઈએ તો રન્નાપાર્ક પાસે છેલ્લા દોઢ-બે માસથી રસ્તાઓ ખોદી નંખાયા છે. વચ્ચેના ડીવાઈડર પણ ખોદી નંખાયા છે. પરિણામે રસ્તો સાંકડો થઈ ગયો છે.
નાની જગ્યામાંથી ટ્રાફિકનું આવનજાવન મુશ્કેલ થઈ જાય છે. ચક્કાજામ પણ થઈ જાય છે. સામાજીક આગેવાન પંકજ સિંગાપુરવાલાએ પણ સંપર્ક સાધતા જણાવ્યુ હતુ કે ઘીકાંટા વિસ્તારમાં જૂની કોર્ટની આસપાસ લાંબા સમયથી ખોદકામ કરાયુ છે. આસ્ટોડીયા રોડથી માણેકચોક સુધી ચોમાસા પછી રોડ બનાવ્યા. પાછા ખાડા પાડી દેવામાં આવ્યા હતા.
ખરેખર તો રોડ રીપેરીંગની કામગીરી પહેલાં પૂર્ણ કરી દેવી જાેઈએ. ત્યાર પછી જ નવા રોડ રસ્તા બનાવવા જાેઈએ. પરંતુ આની પાછળ કોન્ટ્રાક્ટરોને ઘીકેળા કરાવવાની નીતિ જવાબદાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે. કોણ જાણે નવા રસ્તા બને તે પછી જ થોડા સમયમાં જ તોડફોડ કરવામાં આવે છે.
ફરીથી પાછા નવા રોડ બનાવાય છે. આમાં પ્રજાને હેરાનગતિ તો થાય જ છે પણ સાથે સાથેે અઢળક રૂપિયો ખર્ચાઈ જાય છે. છેવટે બોજાે તો સામાન્ય પ્રજા ઉપર જ આવે છે ને?!