Western Times News

Gujarati News

ગ્રાહકના બીલમાં ઉજાલા યોજનાના વધારાના ઉપકરણો ઉમેરી બિલ વસુલતા ગ્રાહક પરેશાન

તસવીરઃ વિરલ રાણા,, ભરુચ

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદના ગાંધીચોક ખાતે રહેતા વૌશાલી મોદીના વીજ બીલમાં ઉજાલાં યોજનાના વધારના વીજ ઉપકરણો ઉમેરી દેતાં મહિલા ગ્રાહક પરેશાન બની હતી.વારંવાર વીજ કંપનીને રજુઆત કરવા છતાં વીજ બીલમાં હપ્તા પેટે રકમ ઉમેરીને આવતી હોવાથી વીજ કંપનીના વહીવટ સામે સવાલો ઉભા થયા હતા.

આમોદમાં ગાંધીચોક ખાતે રહેતા વૈશાલી મોદીએ આમોદની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીથી બે ઉજાલાં બલ્બ રોકડા રૂપિયા આપીને ખરીદ્યા હતાં.જેનું તેમની પાસે ભરપાઈ કર્યાનું બિલ પણ છે.છતાં તેમના બીલમાં રકમ બાકી પડે છે તેમજ બે બલ્બ ખરીદ્યા છતાં તેમના બીલમાં ૧૦ પંખા ૩ બલ્બ ૨ ટ્યુબલાઈટ સહિતની વસ્તુઓ લખીને બિલ મોકલાવ આવ્યું હતું.

જે બાબતથી તેઓ અજાણ હોય તેમણે સતત આઠ – નવ મહિના સુધી વીજ બિલ ભર્યા કર્યું હતું.પરંતુ તેમને ખ્યાલ આવ્યો કે બે બલ્બ રોકડેથી લીધાં છતાં તેમના બીલમાં વધારો કેમ આવે છે.જે બાબતે તેમણે વીજ કંપનીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે તમે ઉજાલાં યોજના હેઠળ વીજ ઉપકરણો લીધા છે જે ઉધાર છે તેના હપ્તા પેટે વીજ બીલમાં ૩૯૫ રૂપિયાનો વધારો આવે છે.

જેથી વૈશાલી મોદીએ વીજ કંપનીને અરજી કરીને હકીકત જણાવી હતી કે ઉજાલાં યોજના હેઠળ અમે ફક્ત બે બલ્બ ખરીદ્યા હતા અને તે પણ રોકડેથી ખરીદ્યા હતાં.જેથી તેમના બીલમાં વધારના આવતા હપ્તાની રકમ બંધ થઈ ગઈ હતી.ત્યારે હવે ફરીથી નવા બીલમાં હપ્તાની રકમ આવવા લાગતાં મહિલા ગ્રાહક વીજ કંપનીના વહીવટ સામે રોષે ભરાયાં હતાં. આમોદની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અંધેર વહીવટથી વીજ ગ્રાહકો પરેશાન.

આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી જે તે વખતે ઉજાલાં યોજના હેઠળ વીજ ઉપકરણો આપવામાં આવતા હતાં.જેમાં આમોદના વૈશાલી મોદીએ બે ઉજાલાં બલ્બ રોકડા ૧૪૦ રૂપિયા આપીને ખરીદ્યા હતાં.જેનું તેમની પાસે બિલ ભરપાઈ કર્યાની રસીદ પણ છે.છતાં વીજ કંપનીના અંધેર વહીવટથી ગ્રાહકના બીલમાં ૧૦ પંખા,૩ બલ્બ તેમજ ૨ ટ્યુબલાઈટના હપ્તા પેટે દર બે મહિને બીલમાં ૩૯૫ રૂપિયા બીલમાં ઉમેરાઈને આવે છે.જે બાબતે તેમણે વીજ કંપનીને વારંવાર લેખિત તથા મૌખિક રજુઆત કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી.

એક વખત અરજી કરતાં વધારાનું બિલ સ્ટોપ થયું પરંતુ ફરીથી વીજ બીલમાં વધારાનું બિલ શરૂ થતાં વીજ કંપનીની નિયત સામે અનેક સવાલો ઉભા થયા.

આમોદના વૈશાલી મોદીના વીજ બીલમાં ખોટી રીતે ૧૦ પંખા ૩ બલ્બ તેમજ બે ટ્યુબલાઈટના હપ્તા પેટે ૩૯૫ રૂપિયા વધારનું બિલ આવતું હતું.જે તેમને ખ્યાલ ના રહેતાં આઠ નવ મહિના સુધી ૫૦૦૦ રૂપિયા જેટલી રકમ વીજ કંપનીને ભરપાઈ કરી દીધી હતી.

ત્યાર બાદ તેમને ખ્યાલ આવતાં તેમણે તરત વીજ કંપનીને અરજી કરતાં વધારાનું હપ્તા પેટે આવતું બિલ સ્ટોપ થઈ ગયું હતું.પરંતુ ફરીથી ૩૯૫ ના હપ્તા ચાલુ થઈ જતા વીજ કંપનીની નિયત સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.તેમજ વૈશાલી મોદીએ ૨૦૧૯ માં વીજ કંપનીને હપ્તા પેટે વધારાના ચૂકવેલા ૫૦૦૦ હજાર રૂપિયા પરત લેવા માટે અરજી કરી હતી છતાં હજુ સુધી તેમને ૫૦૦૦ રૂપિયા પરત મળ્યા નથી પરંતુ વીજ કંપનીએ ખોટી રીતે વીજ બીલમાં ઉમેરેલા વીજ ઉપકરણોનું વધારાનું ૩૯૫ ના વીજ બીલની ઉઘરાણી ફરીથી શરૂ કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.