Western Times News

Gujarati News

કલક ગામેથી તરછોડાયેલ નવજાત શિશુ મળી આવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર તાલુકાનાં કલક ગામ જવાના રસ્તે આવેલ કાંસમાં નવજાત ત્યજી દીધેલું બાળક મળી આવેલ જે અંગે કલક સરપંચ ઈન્દ્રવદનભાઈ લિમ્બચિયા દ્વારા નવજાત બાળકને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે સારવાર અર્થે લાવવામાં આવ્યુ હતુ.

આ ઘોર કળિયુગમાં માનવતાને લજવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જંબુસરથી આશરે પાંચ કિલો મીટરના અંતરે આવેલ કલંક કલંક ગામમાં જવાના રસ્તે આવેલ કાંસમાં નવજાત ત્યજાયેલું બાળક કોઈ છોડી ગયું હશે આ વિસ્તારના બાળકો ત્યાં નજીકમાં રમતા હોય ત્યારે આ નવજાત બાળક દેખાતા બુમાબુમ કરતા બનાવની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા લોકટોળા એકત્રિત થયા હતા અને નવજાત શિશુને તરછોડનાર પર ફીટકાર વરસાવતા અને.બનાવની જાણ ગ્રામ સરપંચ ઈન્દ્રવદનભાઈ લિંબચિયાને થતાં તાત્કાલિક કાંસ પાસે આવી પહોંચી ત્યજી દીધેલ બાળકની સારવાર માટે ૧૦૮ ને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ તાત્કાલિક કલક ખાતે ૧૦૮ આવી પહોંચી નવજાત શિશુને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યારે માનવતાની મહેક પુરી પાડવા નોધારાનો આધાર બનવા પારૃલબેન પરમાર સહિત ગામ અગ્રણી રેણુકાબેન સહિત રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી બાળકની સાર સંભાળ દેખભાળ કરતાનજરે પડયા હતા અને બાળકને ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.