Western Times News

Gujarati News

સિદ્ધાર્થ મલ્હોત્રાનો ડૉગ હવે આ દુનિયામાં નથી રહ્યો

મુંબઇ, બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો ડૉગ હવે આ દુનિયામાં નથી રહ્યો. પોતાના પ્રિય ડૉગને ગુમાવતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈમોશનલ નૉટ લખી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના ડૉગનું નામ ઓસ્કર હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણીવખત સોશિયલ મીડિયા પર પોતાના ડૉગ ઓસ્કર સાથેનું તેનું બૉન્ડિંગ ફેન્સ સામે શેર કરતો હતો. પણ, આ વખતે તેના ઈમોશન્સ અલગ જાેવા મળી રહ્યા છે.

પોતાના ડૉગ ઓસ્કરનો ફોટોગ્રાફ શેર કરતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખ્યું કે ડૉગ ઓસ્કર હવે આ દુનિયામાં નથી રહ્યું. ઈમોશનલ થતા લખ્યું કે, ડૉગ ઓસ્કર વિના મારી સવાર અધૂરી છે, ઘરે પાછા ફરવું અને દરવાજાે ખોલવો હવે પહેલાની જેમ નહીં રહે.

હું આભારી છું કે તેણે મને પસંદ કર્યો અને મને કેટલું બધું શીખવાડ્યું. લવ યુ મારા ઓસ્કર. એક્ટ્રેસ કિયારા અડવાણીએ પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ડૉગ ઓસ્કર અને સિદ્ધાર્થ મલ્હોત્રાના કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. એક ફોટોમાં કિયારાએ લખ્યું કે- બેસ્ટ બૉય્ઝ. સિદ્ધાર્થ મલ્હોત્રા અને ફેન્સ તેની આ પોસ્ટ પર ઈમોશનલ થતાં જાેવા મળી રહ્યા છે.

એક્ટર આલિયા ભટ્ટ, ક્રિતિ સેનન, ડાયના પેંટી, રકુલ પ્રીત, કરણ જાેહર, અનુષ્કા શર્મા, સોનાક્ષી સિંહા, પરિણીતી ચોપરા, જેક્લિન ફનાર્ન્ડિઝ, વરુણ ધવન, ટાઈગર શ્રોફ, ભૂમિ પેડનેકર સહિતના સેલેબ્સે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ મલ્હોત્રાના ડૉગ ઓસ્કર માટેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક ફિલ્મ શેરશાહની જબરદસ્ત સફળતા પછી હવે સિદ્ધાર્થ મલ્હોત્રાના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. સિદ્ધાર્થ પાસે ફિલ્મ ઓફર્સની લાઈન છે.

પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ સિદ્ધાર્થ સાથે કામ કરવા માગે છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરણ જાેહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાેકે, ફિલ્મોમાં આવ્યા પહેલા તેણે ઘણી સ્ટ્રગલ કરી હતી. સિદ્ધાર્થે ફિલ્મ ‘દોસ્તાના’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પહેલા તેણે એડ ફિલ્મોમાં પણ પોતાની કિસ્મત અજમાવી હતી પણ તેમાં તે નિષ્ફળ રહ્યો.

ઘણી બધી નિષ્ફળતાઓ બાદ કરણે તેને પોતાની ફિલ્મથી એક મોટો બ્રેક આપ્યો. સિદ્ધાર્થનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેના પિતા એક મર્ચન્ટ નેવી ઑફિસર રહી ચૂક્યા છે. એક્ટિંગમાં આવ્યા પહેલા તેણે મોડલિંગ શરૂ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.