Western Times News

Gujarati News

અમદાવાદમાં શૂટ થયેલી “કાઈ પો છે” ફિલ્મના ૯ વર્ષ પૂરા થયા

મુંબઇ, વર્ષ ૨૦૧૩ની ૨૨મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ કાઈ પો છે!ના આજે ૯ વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં જાેવા મળેલો એક્ટર સુશાંત સિંહ રાજપૂત આજે આ દુનિયામાં નથી. અભિષેક કપૂર ડિરેક્ટેડ ફિલ્મ ‘કાઈ પો છે! ચેતન ભગતની નવલકથા પર આધારિત હતી અને તેનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ શહેરમાં થયું હતું.

બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ કાઈ પો છે!માં એક્ટર સુશાંત સિંહ રાજપૂત સિવાય અમિત સાધ અને રાજકુમાર રાવ પણ મહત્વના રોલમાં હતા. ફિલ્મનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું હતું. ‘કાઈ પો છે’ એ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ હતી.

સુશાંત સિંહ રાજપૂતે તારીખ ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ જીવ ગુમાવ્યો હતો. ભારતના જાણીતા અંગ્રેજી લેખક ચેતન ભગતની નવલકથા ‘ધ ૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ આધારિત ફિલ્મ ‘કાઈ પો છે’નું ઘણું ખરું શૂટિંગ ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં થયું હતું.

ગુજરાતના બેકગ્રાઉન્ડ આધારિત ફિલ્મ ‘કાઈ પો છે’ એ સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેના પરફોર્મન્સની ભારે પ્રશંસા થઈ હતી. તેણે આ ફિલ્મમાં ઈશાન ભટ્ટનું ગુજરાતી પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર અમિત સાધ અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષે તારીખ ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ જીવ ગુમાવ્યો હતો.

કાઈ પો છે ફિલ્મ ચેતન ભગતની નવલકથા ‘ધ ૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ પર આધારિત છે. ફિલ્મ માટે આ વિષય કેમ પસંદ કર્યો હતો તે વિશે વાત કરતા ડિરેક્ટર અભિષેક કપૂરે કહ્યું હતું કે, “જ્યારે મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે મારા મગજમાં ત્રણ મિત્રોની વાર્તા સ્ફૂરી.

સત્ય ઘટનાઓ અને ફિક્શનનો સમન્વય કરીને વણેલી વાર્તા મને આકર્ષક લાગી હતી. કદાચ આપણામાંથી ઘણાંને રમખાણ કે ભૂકંપ જેવી ઘટનાઓ ખૂબ અસર કરનારી નહીં લાગી હોય પરંતુ આ એવી ઘટનાઓ છે જેનાથી આપણે અજાણ નથી. આપણે સૌ ઈતિહાસના આ પાનાંને જીવ્યા છીએ અને મને લાગે છે કે સ્ટોરીનું સાચું ઈમોશન આ જ હતું. તેના કારણે જ તમામ પાત્રોની જર્ની અને તેમની મૂંઝવણો જાેડાઈ શકાય તેવી લાગી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.