માધુરીએ “અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ”ગીત પર ડાન્સ કર્યો
મુંબઇ, માધુરી દિક્ષિત તેની વેબ સિરીઝ ધ ફેમ ગેમની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે માધુરી દિક્ષિતની આ બેચેની તેની પોસ્ટમાં પણ નજરે પડી રહી છે. માધુરી દિક્ષિતે તેનો બ્લેક એન્ડ વ્હાઈટ વિડીયો શેર કર્યો છે. જેમાં તે મધુબાલાના ગીત અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ન… પર ડાન્સ કરતી નજરે પડી રહી છે.
આ વિડીયો શેર કરતા માધુરી દિક્ષિતે પોતાના ફેન્સને આ વેબ સિરીઝ જાેવા માટે યાદ પણ અપાવી છે. તેણે કહ્યું કે, ધ ફેમ ગેમ ૨૫ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. રિમાઈન્ડર સેટ કરીને રાખજાે..માન જાઓ ન….આ સાથે જ તેણે હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. મહત્વનુંછે કે, ધક ધક ગર્લ માધુરી દિક્ષિત ધ ફેમ ગેમથી ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહીછે.
ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવનારા આ શોમાં તે અનામિકા આનંદના રોલમાં જાેવા મળશે. આ સિરીઝમાં તેની ભૂમિકા એક બોલીવુડ સ્ટારનો છે.
સિરીઝમાં એક સ્ટારની ઝળહળતી જીંદગી પાછળ એક અંધારી આલમનો નજારો બતાવવામાં આવ્યો છે. આ સિરીઝમાં સંજય કપૂર, માનવ કૌલ, લક્ષવીર સરન, સુહાસિની મુલે અને મુસ્કાન જાફરી મુખ્ય રોલમાં જાેવા મળશે.
માધુરીએ આ શોનું નામ પહેલાં ફાઈન્ડિંગ અનામિકા રાખ્યુ હતુ, પણ બાદમાં આ સિરીઝના પ્રોડ્યુસર કરણ જાેહરે આનું નામ બદલીને ધ ફેમ ગેમ રાખી લીધું. જાે કે, બીજી બાજુ માધુરી સાથે વરૂણ ધવને તસવીરો શેર કરી હતી.
આ તસવીરો શેર કરતા તેણે લખ્યું કે, ધક ધક કરને લગા. સમથિંગ સ્પેશિયલ કમિંગ. તો આ તસવીરો જાેઈને ફેન્સ પણ આશ્ચર્યમાં છે. ફેન્સ એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ જાેડી ફિલ્મમાં જાેવા મળશે કે પછી કોઈ ટીવી રિયાલિટી શોમાં જાેવા મળશે.
આ તસવીરમાં માધુરી દિક્ષિતે બ્લૂ રંગના શિમરી લેંગામાં જાેવા મળી હતી. જ્યારે વરૂણ ધવન વ્હાઈટ લૂકમાં નજરે પડ્યો હતો. જાે કે, છેલ્લી વાર આ જાેડી ફિલ્મ કલંકમાં જાેવા મળી હતી. આ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરી દિક્ષિત લાંબા સમય બાદ સંજય દત્ત સાથે કામ કરતી નજરે પડી હતી.SSS