Western Times News

Gujarati News

ચીને બનાવ્યો છે પોતાનો પર્સનલ Eiffel Tower

નવી દિલ્હી, ચીન તેની અદ્યતન ટેકનોલોજી માટે વિશ્વભરમાં જાણીતું છે, તે મોંઘી વસ્તુઓના સસ્તા વર્ઝન બનાવવા માટે પણ જાણીતું છે. જાે દુનિયામાં કોઇ નવી ટેક્નોલોજી હોય તો ચીન તરત જ તેનો સસ્તો વિકલ્પ તૈયાર કરી લે છે. ઇમારતોના કિસ્સામાં તેણે કંઈક આવું જ કર્યું છે.

ચીનના લોકોને દુનિયાની કેટલીક પ્રખ્યાત ઇમારતો જાેવા માટે ક્યાંય પણ જવું પડતું નથી કારણ કે આ તમામ સ્મારકો તેમના પોતાના દેશમાં હાજર છે.

ચીને પોતાના નાગરિકો માટે અલગ અલગ નિયમો અને કાયદા બનાવ્યા છે. અહીં તેમના માટે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જેમાંથી એક એ છે કે નાગરિકોને આઈફિલ ટાવર, ટાવર બ્રિજ અને ઇજિપ્તના પ્રખ્યાત ફ્નિંગ્સ જાેવા માટે દેશની બહાર પણ જવું પડતું નથી. તેમના માટે આ તમામ ઇમારતોનું સસ્તું અને નકલી વર્ઝન ચીનમાં જ બનાવવામાં આવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે તમે તેમના ચિત્રો જાેશો, તો તમને પણ એકવાર વિશ્વાસ થઈ જશે કે તે વાસ્તવિક છે. તિઆનદુશેંગ ચીનના ઝેજિયન પ્રાંતમાં આવેલું એક સ્થળ છે. અહીં પહોંચતા જ તમને માથું ખંજવાળવાની ફરજ પડશે, કારણ કે તમને દુનિયાભરમાં પ્રખ્યાત પેરિસનો વિશાળ આઇફેલ ટાવર દેખાશે. ચીનના લોકો આ સ્થળે આવે છે અને એફિલ ટાવર સુધી પહોંચવાની મજા માણે છે.

તેઓ અહીં આવે છે અને પોતાની તસવીરો લે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ઘણી વખત જાેનારા તેને અસલ સમજે છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે તે નકલી છે, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ જાય છે. આઈફિલ ટાવરની જેમ જ તેની સામેની ડિઝાઇન પણ બનાવવામાં આવી છે, જે તેને વધુ વાઇબ્રન્ટ બનાવે છે.

આઈફિલ ટાવર ઉપરાંત ચીનના જિયાંગસુ પ્રાંતમાં ભલામણ કરાયેલા વિસ્તારમાં લંડનનો ટાવર બ્રિજ પણ બરાબર એ જ રીતે બાંધવામાં આવ્યો છે.

એટલું જ નહીં, શુઝોઉમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઇજિપ્તના પ્રખ્યાત સ્મારક ગ્રેટ સ્ફિંગ્સને પણ આ જ બનાવવામાં આવ્યું છે. તે શુઝોઉ ગ્રેટ વોલ ઇન્ટરનેશનલ ટૂરિઝમ કાર્ટૂન ક્રિએટિવ પાર્કનો એક ભાગ છે. એટલું જ નહીં મોસ્કોનું ગોલ્ડન ડોમેડ કોમ્પલેક્સ ક્રેમલિન ઉપરાંત પીસાનો નમી ગયેલો ટાવર પણ શાંઘાઇમાં જ છે. થેમ્સ નદીના કિનારે વસેલા સમગ્ર શહેરની જેમ જ સોંગજિયાંગ ન્યૂ સિટી બનાવવામાં આવ્યું છે.

આ તમામ નકલી ઇમારતો મોટાભાગે ચીનના અંતરિયાળ શહેરોમાં બનાવવામાં આવી છે, જ્યારે ચીનની સરકારનું કહેવું છે કે આવી વસ્તુઓ હવે નહીં બને અને જાહેર સ્થળોએ સ્થાનિક કલાને પ્રોત્સાહન આપવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.