Western Times News

Gujarati News

નવા પશ્ચિમ ઝોનના ૩૨ ઈન્ટરલીંક તળાવોની લાઈનોના ડીશીલ્ટીંગ રૂા.૧૮ કરોડ ખર્ચ થશે

વર્ષાે જૂની લાઈનોને રીહેબ તથા રીપેર પણ કરવામાં આવશે

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરના ઉત્તર તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના ૩૨ તળાવોને ઈન્ટરલીંક કરવામાં આવ્યા છે. જેનો આશય વરસાદી પાણીથી તળાવો ભરવાનો છે. તદુપરાંત તળાવોના કેચમેન્ટ એરીયાની સ્ટ્રોમ વોટરની જૂની લાઈનો છે. આ તમામ લાઈનોના રીપેરીંગ ડીશલ્ટીંગ તથા રીહેબ કરવામાં આવશે. જેના માટે રૂા.૧૮.૩૦ કરોડ ખર્ચ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

મ્યુનિ.વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલ અને ડે.ચેરમેન ભરતભાઈ પટેલે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના ખોરજ, ત્રાગડ, ધારોડી, જગતપુર, ગોતા, આર.સી.ટેકનીકલ, દેવસીટી, યદુડી, ચાંદલોડીયા, ચેનપુર, રાણીપ, કાળી, વિવેકાનંદ-૨, આર.એમ.એસ., વસ્ત્રાપુર, આંબલી, બોડકદેવ-મહીલા, થલતેજ-૧, થલતેજ-૨, લપકામણ, સોલા, કાચરીયા, ઉગતી, સાયન્સ સીટી, ઓગણજ, ભાડજ, શીલજ, આનંદનગર, રોપડા, મહમંદપુરા ગામ, બોપલ, મકરબા તથા રોઝઆ તળાવને વરસાદી પાણી ભરવા માટે એકબીજા સાથે જાેડવામાં આવ્યા છે.

આ તળાવોમાં નાંખવામાં આવેલી લાઈનોનુંં ચોમાસા પહેલાં ડીશલ્ટીંગ કરવું જરૂરી છે. આ તળાવો પૈકી ખોરજ, ત્રાગડ, છારોડી, જગતપુર, ગોતા અને આર.સી.ટેકનીકલ તળાવો સુધીની મેદન લેક ઈન્ટરલીંકીગ લાઈનનું ડીશીલ્ટીંગ ઝાન દ્વારા કરવામાં આવ્યા છે. તે સિવાયના તળાવાની ઈન્ટરલીકીંગ લાઈન તેમજ લેક કેચમેન્ટ એરીયાની લાઈનોનું ડીશીલ્ટીંગ કરવામાં આવશે.

તદુપરાંત આ તળાવોની લાઈનોના રીહેબ તથા જરૂરીયાત મુજબ રીપેરીંગ પણ કરવા જરૂરી છે. તળાવના કેચમેન્ટ એરીયામાં સ્ટ્રોમ વોટરની ૪૫૦ મી.મી.થી ૨૦૦ મી.મી. ડાયાની લાઈનો ઘણી જૂની છે.

ઔડા દ્વારા નાંખવામાં આવેલી લાઈનો તથા કેચમેન્ટ એરીયામાં નાંખવામાં આવેલી વરસાદી પાણીની લાઈનોના નેટવર્કને સુપરફાસ્ટ મશીનથી ડીશલ્ટીંગ કરવામાં આવશે. આ લાઈનોની કુલ લંબાઈ અંદાજે ૨૧ કિલોમીટર થાય છે. જેના ડીશીલ્ટીંગ માટે રૂા.૧૮.૩૦ કરોડના ટેન્ડરને કમીટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

કમીટી બેઠકમાં ૧લી માર્ચથી કેચમીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવા માટે પણ તમામ એડી.ઈજનેરોને સૂચન આપવામાં આવી છે. તદુપરાંત ઉનાળા અને ચોમાસામાં પાણીની સંભવિત ડીમાન્ડને ધ્યાનમાં લઈ નવા બોર બનાવવા માટે આયોજન કરવા પણ તાકીદ કરવામાં આવી છે. ઉનાળા તથા ચોમાસામાં પાણીજન્ય રોગચાળો થાય છે તેથી પાણીમાં ક્લોરીનેશન કરવા માટે આયોજન થશે.

મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત વોટર, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર તથા સુઅરેજ પમ્પીંગ સ્ટેશનોમાં હયાત પંપો કેટલા વર્ષ જુના છે તથા તેમના આયુષ્ય કેટલા છે ?તે અંગેની વિગતો પણ માંગવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.