Western Times News

Gujarati News

વડોદરાના ચાર સહિત ૧૨ ભારતીય છાત્ર યુક્રેનમાં ફસાયા

વડોદરા, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૧ શહેરો પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જાેરદાર વિસ્ફોટના અવાજાે સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

રશિયાએ યુક્રેનના અનેક મિલેટ્રી બેસ પર પણ સ્ટ્રાઈક કરી છે. યુક્રેનના ચાર શહેરોમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે, સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે.

આવામાં અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. આવામાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ સહિત ભારતના ૧૨ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. યુક્રેનમાં વડોદરાના ૪ વિદ્યાર્થીઓને એરપોર્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કરતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં વડોદરાના ૪ સહિત ભારતના ૧૨ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ સામે આવ્યુ છે. ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓના વાલીઓએ સાંસદ રંજન ભટ્ટનો સંપર્ક કર્યો હતો. વાલીઓએ પોતાના સંતાનોને બાળકોને સહી સલામત ભારત પરત લાવવા મદદ માંગતી અપીલ કરી છે. ત્યારે સાંસદે વિદ્યાર્થીઓની યાદી વિદેશ મંત્રાલય અને એમ્બેસીને મોકલી છે.

પાદરાની રહેવાસી અદિતિ પંડ્યા, વડોદરા શહેરની વિશ્વા મહેતા સહિત વડોદરાના ૪ વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. જેઓને એરપોર્ટની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આવામાં ગુજરાતમાં રહેતા તેમના વાલીઓ ચિંતિત બન્યા છે. કુલ ૧૨ ભારતીય વિદ્યાર્થીઓને એરપોર્ટ બહાર કાઢી મૂકવામાં આવ્યા છે, જેમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓ સામેલ છે.

જેઓએ પોતાની વ્યથા પોતાના માતાપિતાને જણાવી હતી. સાંસદ રંજન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓની યાદી વિદેશ મંત્રાલય અને એમ્બેસીને સોંપવામાં આવી છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એમ્બેસીનો સંપર્ક કરવા સૂચના આપી છે.

આ મામલે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યુ કે, યુક્રેનમાં ભારતના ૧૨ વિદ્યાર્થીઓને એરપોર્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે, જેમાં ચાર વડોદરાના વિદ્યાર્થીઓ છે. જેથી તેમના માતાપિતા ચિંતિત બન્યા છે. તમામે તુર્કીની ફ્લાઈટ કરી હતી, અને તે કેન્સલ થઈ છે, તેથી આ ૧૨ વિદ્યાર્થીઓ ફસાયા છે.

મારી પાસેની તમામ ડિટેઈલ મેં વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. અમે સતત એમ્બેસી સાથે સંપર્કમાં છું. માતાપિતાને આશ્વાસન આપુ છું કે, સરકાર પ્રયાસ કરી રહી છે. તમારા બાળકોને કોઈ તકલીફ નહિ પડવા દે.

રશિયાએ યુક્રેન સામે છંછેડ્યા બાદ યુક્રેન દ્વારા એર સ્પેસ બંધ કરવામાં આવી છે. યુદ્ધ શરૂ થતાં યુક્રેન દ્વારા એર સ્પેસ બંધ કરાતાં તમામ વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ ફસાયા છે. જેમાં ભારત આવવા નીકળેલા અનેક વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ ફસાયા છે.

ગઈકાલે અનેક વિદ્યાર્થીઓ એરપોર્ટ પહોંચ્યા હતા, પણ એર સ્પેસ બંધ થતા ફ્લાઈટ પણ બંધ થઈ છે. મેડિકલનો અભ્યાસ કરનારા ગુજરાતના વિદ્યાર્થીઓ આજે ભારત આવવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં, પરંતુ તેઓ નીકળી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રે પોણા બાર વાગ્યે યુક્રેનથી છેલ્લી ફ્લાઈટ ભારત આવી હતી. તેના બાદથી કોઈ ફ્લાઈટ યુક્રેન એરપોર્ટથી નીકળી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.