Western Times News

Gujarati News

અંબાજીમાં ૨૨ દિવસમાં એક કરોડથી વધુની આવક

અંબાજી, ૫૧ શક્તિપીઠમાંથી એક અંબાજી મંદિરમાં નિયમિત સેંકડો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને તેઓ દિલ ખોલીને દાન પણ આપે છે. બુધવારે અંબાજી મંદિરના ભંડારાની આવકની ગણતરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ૨૨ દિવસમાં મંદિરને ૧,૦૦,૭૧, ૮૭૦ રૂપિયાની (એક કરોડ ઈકોતર હજાર આઠસો ત્રીસ) દાનની આવક થઈ હતી.

ગુજરાત રાજ્યમાં કોવિડ ૧૯ના કેસ દિવસેને દિવસે ઘટતાં અંબાજી સહિતના મંદિરોના દર્શને જતા ભક્તોની સંખ્યા વધી છે અને આ જ કારણથી દાનની આવકમાં પણ નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. મહામારી જ્યારે પીક પર હતી ત્યારે ભક્તોના હિતને ધ્યાન રાખીને તેમના માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો.

જાે કે, ત્રીજી લહેર ખતમ થયા બાદ ફરીથી મંદિર ખોલી દેવામાં આવ્યું છે. પહેલી ફેબ્રુઆરીથી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાડઈલાઈનનું ચુસ્તપણે પાલન કરતાં દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. પહેલી ફેબ્રુઆરી બાદ અંબાજી મંદિરની ભંડારાની આવકની ગણતરી ત્રણ વખત કરવામાં આવી હતી. ૮મી ફેબ્રુઆરીએ કરવામાં આવેલી ગણતરીમાં ૨૨,૧૩,૬૭૫રૂપિયા, ૧૭મી ફેબ્રુઆપીએ ૫૦,૯૭,૨૩૦ રૂપિયા અને ૨૩ ફેબ્રુઆરીએ ૨૭,૬૦,૯૬૫ની ગણતરી થઈ હતી. આમ, પહેલી ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધીમાં અંબાજી મંદિરની આવક ૧,૦૦,૭૧, ૮૭૦ રૂપિયા હતી.

ભંડારાની સરેરાશ આવક ૩૦થી ૩૫ લાખ થાય છે. રાજ્યના અન્ય મોટા મંદિરોની ૨૨ દિવસની આવક જાેઈએ તો, સોમનાથ મંદિરમાં ૬૦ લાખ, ડાકોરમાં ૬૬ લાખ, ભદ્રકાળી મંદિરમાં ૨.૫ લાખ, ઈસ્કોન મંદિરમાં ૧.૫ લાખ, સાળંગપુર હનુમાનજી મંદિરમાં ૫૫ લાખનું દાન થયું હતું.

અંબાજી મંદિરની વાત કરીએ તો, સફેદ આરસપહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર ૧૦૩ ફૂટ ઊંચું છે અને સોનાથી બનેલું છે. અહીં સીતા માતાનું હૃદય પડ્યું હોવાનું કહેવાય છે. મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું છે. અંબાજી મંદિરથી ત્રણ કિમી દૂર આવેલો ગબ્બર પણ માતા અંબાના પગના નિશાન અને રથના ચિન્હો માટે પ્રખ્યાત છે. અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.