Western Times News

Gujarati News

ભિલોડાના નવા ભવનાથ વિસ્તારમાં આદિજાતી કોમ્યુનીટી હોલ ખંડેર હાલતમાં

ભિલોડા તાલુકા બી.ટી.પી ઉપ પ્રમુખે મુખ્યમંત્રી અને આદિજાતિ વિકાસ , અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, વિભાગ, કેબીનેટ મંત્રીને લેખિતમાં પત્ર પાઠવ્યો

(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે નવા ભવનાથ વિસ્તારમાં વર્ષો પહેલા બનાવેલો કોમ્યુનીટી હોલ ખંડેર હાલતમાં ફેરવાયો છે.ભિલોડા તાલુકા બી.ટી.પી. ઉપ પ્રમુખ પરાગ એમ. ભગોરાએ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આદિજાતી વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગ (કેબીનેટ કક્ષાના મંત્રી) નરેશભાઈ પટેલ ને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.

‘આદિજાતિ કોમ્યુનિટી હોલ કંડમ થયેલ પરિસ્થિતિ જાેવા મળે છે.નવા સ્થાને ન્યાય મંદિર – દીવાની ફોજદારી અદાલત, ભિલોડાની બાજુમાં ભિલોડા – ઇડરના મુખ્ય ધોરીમાર્ગ- ‘ગ્રામ હાટની હરોળમાં ‘આદિજાતિ કન્યા છાત્રાલયનું નિર્માણ કાર્ય શરૂ કરવું તેમજ રાણી તળાવ, માંકરોડા, ભિલોડા ખાતે ‘આદિજાતિ કોમ્યુનિટી હોલ’ નવિન બનાવવા સંદર્ભે લેખિત પત્ર મારફતે અનુરોધ કર્યો હતો.

‘આદિજાતિ કોમ્યુનિટી હોલ ભિલોડા ખાતે વર્ષ – ૨૦૦૪ માં ઉદ્‌ઘાટન થયા પછી કોઈ ને સોંપવામાં આવેલ નથી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે કોમ્યુનીટી હોલ ખંડેર થયેલ છે. સદ્‌ઉપયોગ થઈ શકે તેમ નથી ‘આદિજાતિ કોમ્યુનિટી હોલ ભિલોડાના નવા ભવનાથ વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો તે યોગ્ય જગ્યા એ બનાવવામાં આવ્યો નથી તેના કારણે ખંડેર હાલતમાં છે.

ન્યાય મંદિર ભિલોડા – દીવાની અને ફોજદારી અદાલત, ભિલોડા-ઇડર મુખ્ય ધોરીમાર્ગ ‘ગ્રામ હાટ ની બાજુમાં ‘આદિજાતિ કન્યા છાત્રાલય નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેમજ તેની હરોળ રાણી તળાવ પાસે નવિન જગ્યા પર ‘આદિજાતિ કોમ્યુનિટી હોલનો જાહેર સ્થળે ઉપયોગ હેતુ

તેમજ વિવિધ કાર્યક્રમોમાં સહાય રૂપ થાય તે માટે નવા સ્થાને બનાવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ‘આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ સાબરકાંઠા-અરવલ્લીના પ્રમુખ, મહામંત્રીએ, ભિલોડા, આદિજાતિ વિકાસ કમિશનર, ગાંધીનગર, બિરસા મુંડા, મામલતદાર, ભિલોડા તેમજ પ્રાયોજના વહીવટદાર, મોડાસા સહિત વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓને પત્ર ધ્વારા લેખિતમાં ‘આદિજાતિ કોમ્યુનિટી હોલનો ઉપયોગ શરૂ કરાવા બાબતે રજૂઆત કરાઈ હતી.

સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિતમાં જણાવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા હવે પછી કાર્યવાહી કરવામાં ઠીલી નીતિ દાખવશે તો કાયદાની મર્યાદા રહી ને આ પડતર પ્રશ્ન સંદર્ભે સમાજને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.