ધનસુરા અને દોલપુર પંથકમાં ખેડૂતો દ્વારા બટાકા કાઢવાનું શરૂ કરવામાં આવ્યું

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લા ના ધનસુરા દોલપુર પંથકમાં ખેડૂતો ધ્વારા બટાકા કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે આ વખતે અરવલ્લી જિલ્લામાં શિયાળું પાક માં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું ખેડૂતો એ લાલ બટાકા સહિત વિવિધ પ્રકાર ના બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું.
ધનસુરા અને દોલપુર પંથક માં દર વર્ષે ખેડુતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરે છે આ વખતે પણ આ પંથકમાં ખેડૂતો ધ્વારા રવી સીઝનમાં બટાકા નું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ રવી સીઝનમાં વાવેતર કરેલ બટાકા નો પાક તૈયાર થઈ ગયો છે
ત્યારે ખેડૂતો બટાકા કાઢવાની કામગીરી માં જાેડાયા છે જેથી ખેતર ના સીમાડાઓ ખેડૂતો ની અવરજવર થી ધમધમી ઉઠયા છે.ખેડૂતો એ બટાકા કાઢવા, ગ્રેડિંગ કરવું અને બટાકા નું પેકિંગ કરવું સહિતની કામગીરી શરૂ કરી છે ખેડૂતો ને આશા છે કે આ વખતે બટાકાનું ઉત્પાદન સારૂ થશે.