સાજિદ નડિયાદવાલા કપિલ શર્માને લઈને ફિલ્મ બનાવશે
મુંબઇ, જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ ખુલાસો કર્યો કે, તે ટૂંક સમયમાં જ એક કોમેડી ફિલ્મની જાહેરાત કરવાના છે, જેમાં કપિલ શર્મા જાેવા મળશે. આ જાહેરાત તેમણે કપિલના શો પર કરી છે. સાજિદ નાડિયાદવાલા આ વીકેન્ડ પર કપિલ શર્માના શો પર પોતાની પત્ની વર્ધા ખાન સાથે સ્પેશયલ ગેસ્ટ તરીકે પહોંચવાના છે.
તેમની સાથે અભિનેતા ટાઈગર શ્રોફ, કૃતિ સેનન અને અહાન શેટ્ટી પણ આવશે. આ એપિસોડ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના ૬૭ વર્ષની જર્નીને ટ્રિબ્યૂટ હશે. શોમાં હોસ્ટ કપિલ શર્મા સાજિદ નડિયાદવાલાને પૂછે છે કે તે આ શો પર આવીને કેવું અનુભવી રહ્યા છે, જેના પર તેમણે જવાબ આપ્યો કે, ‘હું આ શોને પોતાનો માનું છું, કેમકે મેં જ આ ઈન્ડસ્ટ્રીમાં અર્ચના પૂરણ સિંહની ભલામણ કરી હતી.
‘મુઝસે શાદી કરોગી’માં નવજાેત સિંહ સિદ્ધુની ભૂમિકા માટે, તે પછી સુમોના ચક્રવર્તી, અને હવે કૃષ્ણા અભિષેક, (સુદેશ) લહેરીને પણ. તેમણે કહ્યું કે, ‘એ ન ભૂલવું જાેઈએ કે, હું હવે એ સ્ટારનો પ્રોડ્યુસર પણ છું, જે આ શોના પ્રોડ્યુસર એટલે કે સલમાન ખાન છે.’
સાજિદે શો પર એવી પણ જાહેરાત કરી કે, તે પોતાની આગામી ફિલ્મ માટે હોસ્ટ કપિલ શર્મા માટે એક સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘હું હવે એ જણાવવા માગું છું કે, અમે કપિલ માટે પણ એક સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છીએ અને આગામી બે મહિનામાં અમે આ ફિલ્મની જાણકારી પણ આપીશું.
ઉલ્લેખનીય છે કે, કપિલે પોતાની જર્ની વિશે એક શોમાં જણાવ્યું હતું કે, હું પંજાબથી ૧૨૦૦ રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. ગ્રેજ્યુએશન પછી ૩ મહિનાનો બ્રેક હોય છે ત્યારે જ હું ૧૨૦૦ રૂપિયા લઈને પહેલી વખત સ્ટ્રગલ કરવા માટે મુંબઈ આવ્યો હતો.
સ્ટેન્ડઅપ કોમેડી શોથી તેને ઓળખ મળી અને પછી સતત સફળતા મેળવતો ગયો. જાેકે, દરમિયાનમાં એક એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે કપિલ શર્મા ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને શરાબની લતનો શિકાર બન્યો હતો. જેના કારણે કોમેડી નાઈટ વિથ કપિલ શર્મા શો બંધ કરવો પડ્યો હતો.SSS