Western Times News

Gujarati News

યુક્રેનમાં ફસાયેલી ભરૂચની યુવતીએ ભારત સરકારની મદદ માંગી

મૂળ ભરૂચની રહેવાસી અને અભ્યાસ માટે યુક્રેન ગયેલી આયશા તેની રૂમ મેટ મધ્યપ્રદેશની દિવ્યા અને રાજસ્થાનની આશીતા સાથે ફસાયેલી છે.

યુક્રેનમાં ફસાયેલા ભરૂચના વિદ્યાર્થીઓ અને લોકોના પરિવારે કલેકટર કચેરીનો સંપર્ક કરવા જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કહ્યું.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, યુક્રેનમાં રશિયાના હુમલા (Yukraine Russia war) વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભરૂચની (Bharuch Gujarat India) વિદ્યાર્થી આયશા ફસાઈ છે. ભરૂચની આયશા શેખે (Ayesha Shaikh) ભારત સરકાર દ્વારા ભારત સરકાર પાસે મદદ માંગી છે.

યુક્રેનમાં માર્શલ લો લાગી ગયો છે.સતત હુમલા થઈ રહ્યાં છે. દરમિયાન યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને ઘરમાં જ રહેવાની ભારતીય દુતાવાસે અપીલ કરી છે. જેમાં ઘરમાં રહો સુરક્ષિત રહો જણાવાયું છે. બીજી તરફ ભરૂચની યુક્રેનમાં ફસાયેલી વિધાર્થીનીએ વિડીયો થકી ભારત સરકારને તેઓને ઉગારી લેવા મદદ માટે કરેલી અપીલનો વિડીયો સામે આવ્યો છે.

જેમાં યુક્રેનમાં ફસાયેલી આયશા શેખ જણાવી રહી છે કે/તે યુક્રેનમાં ટરનોપિલમાં ચેક્યુસ્કોઓમાં ૩૯ માં ફેલેટ નંબર ૫૭ માં ૪૬૦૦૨ માં ફસાયેલી છે. ભરૂચની આ વિદ્યાર્થીની સાથે મધ્યપ્રદેશની દિવ્યા અને રાજસ્થાનની આશીતા પણ ફસાયેલી છે.

અગાઉ આ ભરૂચ, ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓએ પોતાની યુનિવર્સીટી અને એમ્બેસીને નાજુક હલાતો અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રજૂઆતો કરી હતી. પરંતુ યુનિવર્સીટી કે દુતાવાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિધાર્થીઓને પરત વતન લઈ જવા કોઈ કાર્યવાહી કરી ન હતી.

હવે યુદ્ધ ફાટી નીકળવા સાથે રૂસ દ્વારા હુમલા શરૂ થઈ ગયા છે.માર્શલ લો લાગી ગયો છે.ભરૂચની આયશા યુક્રેનમાં જે વિસ્તસરમાં રહે છે ત્યાં સતત સાયરનોની ગુંજ ઘણ ઘણી રહી છે.

એર ઇન્ડિયાની ગુરુવારે સવારે આવેલી  ફ્લાઇટ પણ પરત ફરી હતી. કેટલાય ભારતીય વિધાઈથીઓ કતારોમાં છે.ફ્લાઈટો રદ થઈ રહી છે.ત્યારે પૈસા કરતા વિદ્યાર્થીઓની જિંદગી વધુ કિંમતી હોય ભારત સરકાર ગમે તે રીતે યુક્રેનમાં ફસાયેલા ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓને સુરક્ષિત હેમખેમ વતન લઈ જવાની વ્યવસ્થા કરે તે માટે મદદ મંગાઈ છે.

ભરૂચની આયશાનો મદદ માટેનો વિડીયો વાયરલ થયા બાદ તેનો પરિવાર અને જિલ્લામાં અન્ય લોકો પણ ચિંતિત થઈ ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ  (Bharuch District Collector Tushar Samera) ભરૂચ જિલ્લાના યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ કે લોકોની માહિતી તંત્ર અને સરકારને મળી રહે તે માટે તાત્કાલિક કલેકટર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. ગુજરાત અને ભારત સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.

તો વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આભ ફાટ્યું છે. હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર સાચા અર્થમાં તેમની મદદે આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.