Western Times News

Gujarati News

કલકત્તી તમાકુના વાવેતરમાં વિઘે 15 હજારના ખર્ચ સામે 60 હજારનું ઉત્પાદન

હવે સોરઠ પંથકમાં શરૂ કરાયુ કલકત્તી તમાકુનું વાવેતર-સુત્રાપાડાના સોળાજ ગામના ખેડુપુત્રએ કલકત્તી તમાકુનું વાવેતર કર્યુ

સુત્રાપાડા, સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ માલભાઈ વાળાએ પોતાની જમીનમાં અઢી વિઘામાં કલકતી તમાકુનુૃ વાવેતર કરી નવતર પ્રયોગ કર્યો છે.

હાલ કૃષિ ક્ષેત્રે ક્રાંતિની સમયે હાલના સમયમાૃં ટેકનોલોજીના માધ્યમથી ટૂંકા સમયમાં સારી એવી ખેતી કરી અને પ્રચલિત બન્યા છે પહેલાંના સમયમાં ટેકનોલોજીના અભાવને કારણે ખેડૂતો ખેતીમાં સારૂ ઉત્પાદન ન કરી શકતા જેને કારણે તેઓ સારો પાક પણ લઈ શકતા નહોતા.

જ્યારે આજના યુગમાં ખેતીમાં ટેકનોલોજી આવતા ખેડૂતો હવે ખેતીમાં પણ ખુબ જ આગળ વધ્યા છે. તેમજ સોશ્યલ મીડિયાના માધયમથી એક રાજ્યથી બીજા રાજયના ખેડૂતો એકબીજાના સંપકમાં આવતા થયા છે.

ખેતીમાં ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે તેમજ સારા ઉત્પાદન સાથે સારો નફો મેળવી અને પગભર થઈ રહ્યા છે. ત્યારે સુત્રપાડા તાલુકાના સોેળાજ ગામે રહેતા મનુભાઈ વાળાએ કલકતાી તમાકુનુૃં વાવેતર કર્યુ છે. જે ઘઉં, ચણા, ધાણા,ના પાકની સાથે જ વાવેતર થાય છે. અને બેથી અઢી મહિનામાંજ પાક તૈયાર થઈ જાય છે.

અને વિઘે દવા, મજુરી અને અન્ય ખર્ચ મળી અંદાજે વીઘેે ૧પ હજાર જેટલો ખર્ચ થાય છ.અને વિઘે અંદાજેે ૬૦ થી ૭૦ હજાર સુધીનુૃં ઉત્પાદન મળવાની શકયતા છે.

આમ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સોળાજ ગામના યુવા ખેડૂત મનુભાઈ વાળાએ નવતર પ્રયાસ કરી ગીર સોમનાથ જીલ્લામાં પહેલીવાર તમાકું વાવેતર કરી યુવા ખેડૂતોને પ્રેરણા આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.