સગીર દીકરીએ માતાના માથામાં ૨૨ વાર તવો મારીને હત્યા કરી નાખી
નોઇડા, ઉત્તર પ્રદેશના નોએડાથી એક હત્યાની ઘટના સામે આવી છે જ્યાં સેક્ટર-૭૭ની આંતરિક કાંબલ સોસાયટીમાં રહેતી ૧૪ વર્ષીય સગીર વયની છોકરીએ પોતાની માતાની જ હત્યા કરી નાખી. છોકરીએ પોતાની માતાના માથાના ભાગે તવાથી ૨૨ વખત પ્રહાર કર્યા જેથી તેની માતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
પોલીસે શવને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રવિવારની રાતે નોએડાની એક હૉસ્પિટલમાંથી પોલીસને જાણકારી મળી હતી કે એક ૩૫ વર્ષીય મહિલાને લોહીલુહાણ હાલતમાં હૉસ્પિટલમાં લાવવામાં આવી છે.
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ડૉક્ટરોએ જણાવ્યું કે મહિલાનું મોત થઈ ચૂક્યું છે અને તેના શરીર પર ઘણા ઘા નજરે પડી રહ્યા છે. પોલીસ મહિલાના શવને પૉસ્ટમોર્ટમ માટે મોકલ્યું અને તપાસ શરૂ કરી તો મહિલાની ૧૪ વર્ષીય દીકરીએ જણાવ્યું કે સાંજના સમયે તેની માતા સાથે વાસણ ધોવાની વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો અને માતાએ તેની સાથે ગાળાગાળી કરી હતી.
ત્યારબાદ બંને વચ્ચે વિવાદ ખૂબ જ વધી ગયો હતો અને તેણે પોતાની માતાના માથાના ભાગે તવાથી પ્રહાર કર્યા અને માતાન લોહીલુહાણ હાલતમાં છોડીને સોસાયટીમાં ફરવા જતી રહી.
થોડા સમય બાદ જ્યારે તે પછી આવી તો તેણે પોતાના કોઈ જાણકારને ફોન કર્યો અને મદદ માગી. પછી ઇજાગ્રસ્ત મહિલાને હૉસ્પિટલે લઈ જવામાં આવી. તપાસ દરમિયાન ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી દીધી.
પોલીસના જણાવ્યા મુજબ સગીર વયની છોકરીએ જણાવ્યું કે તેની માતા તેની સાથે દુર્વ્યવહાર કરતી હતી. તેની સાથે મારામારી અને ગાળાગાળી કરતી હતી. તેની માતાનું આચરણ સારું નહોતું જેને લઈને તેની સોસાયટીના લોકો મેણાં મારતા હતા અને આ જ કારણ હતું કે તે પોતાની માતાથી ખૂબ પરેશાન રહેતી હતી.રવિવારે સાંજે જ્યારે માતાએ તેની સાથે ફરી એક વખત ગાળાગાળી કરી તો તેને સહન ન થયું અને તેણે માતા પર હુમલો કરી દીધો.
મૃતક મહિલાનું નામ અનુરાધા હતું કે મૂળ રૂપે દિલ્હીના શાહદરાની રહેવાસી છે. છેલ્લા ૫ વર્ષથી તે પોતાની દીકરી સાથે આ સોસાયટીમાં રહેતી હતી. મહિલા અને તેનો પતિ અલગ અલગ રહેતા હતા. મહિલાનો એક પુત્ર પણ છે જે તેના પિયરમાં રહે છે. પોલીસનું કહેવું છે કે છોકરીને બાળ સુધાર ગ્રૃહ મોકલવામાં આવી છે જ્યાં મનોચિકિત્સકની દેખરેખમાં તેની સારવાર કરવામાં આવી રહી છે.HS