Western Times News

Gujarati News

રશિયન યુદ્ધ જહાજની સામે ઉભેલા ૧૩ યુક્રેનિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે ખૂબ જ ભાવનાત્મક ઘટનાઓ પણ સામે આવી રહી છે. યુક્રેનના સ્નેક આઇલેન્ડમાંથી આવી જ એક કહાની સામે આવી છે. શરણાગતિનો ઇનકાર કરવા બદલ રશિયાએ ૧૩ યુક્રેનિયન સૈનિકોના જીવ લઈ ટાપુ પર કબજાે કરી લીધો છે.

જ્યારે રશિયન યુદ્ધ જહાજ પરના સૈનિકોએ ૧૩ સરહદ રક્ષકોને આત્મસમર્પણ કરવાનું કહ્યું, ત્યારે તેઓએ ના પાડી, ત્યારબાદ રશિયન સૈનિકોએ તેમને મારી નાખ્યા. સૈનિકોની બહાદુરી માટે યુક્રેને તેમને હીરો ઓફ યુક્રેન સન્માનથી નવાજ્યા છે.

સ્નેક આઈલેન્ડ, જેને ઝમિની આઈલેન્ડ પણ કહેવામાં આવે છે, તે ઓડેસાની દક્ષિણે કાળા સમુદ્રમાં છે. રશિયન યુદ્ધ જહાજ ત્યાં પહોંચ્યું અને હુમલો કરવાની ધમકી આપી અને આત્મસમર્પણ કરવાનું કહ્યું. તેના પર ત્યાં હાજર સીમા રક્ષકોએ બહાદુરી બતાવીને પડકાર ફેંક્યો. પછી યુદ્ધ જહાજમાં હાજર રશિયન સૈનિકો સાથે દુર્વ્યવહાર, અવગણના કરી અને આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો. આ પછી રશિયાએ તેને મારી નાખ્યો.

યુક્રેનના વિદેશ મંત્રાલયે ટિ્‌વટ કર્યું છે કે રશિયાએ યુક્રેનના ઝમિની (સાપ) દ્વીપ પર કબજાે કરી લીધો છે. ત્યાં હાજર ૧૩ સરહદ રક્ષકો માર્યા ગયા છે. તેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને ‘હીરો ઓફ યુક્રેન’ સન્માન આપવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.