Western Times News

Gujarati News

પુતિને યુક્રેનમાં આ યુદ્ધ પસંદ કર્યું, તેના પરિણામ રશિયા ભોગવશે: જો બાઇડન

વોશિગ્ટન, યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ દરમિયાન ગુરુવારની રાત્રે, અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયા પર વધુ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. રાષ્ટ્રને સંબોધતા જાે બાઇડને કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ પસંદ કર્યું છે અને હવે તેનું પરિણામ દેશને ભોગવવું પડશે. અમે સાથે મળીને જી ૭ દેશો રશિયાને જવાબ આપીશું.

વીટીબી સહિત રશિયાની વધુ ૪ બેંક પર પ્રતિબંધો લાદવામાં આવશે. યુએસ અને તેના સાથી દેશો ચાર મુખ્ય રશિયન બેંકની સંપત્તિને અવરોધિત કરી રહ્યા છે અને નિકાસ પ્રતિબંધો લાદી રહ્યા છે.

જાે બાઇડને કહ્યું કે, યુક્રેન પર રશિયાનો હુમલો સુનિયોજિત છે. તાજેતરના પ્રતિબંધોને કારણે આજે રશિયન શેરબજાર ઘટ્યું હતું. પ્રતિબંધોની અસર મોડી છે, પરંતુ મજબૂત છે અને તે રશિયા દ્વારા અનુભવાશે. અમેરિકામાં તેમની દરેક મિલકત શીલ કરવામાં આવશે.

અમે રશિયન હાઇટેક આયાતમાં ઘટાડો કરીશું. રશિયા હવેથી ડોલર, પાઉન્ડ, યુરો વગેરેમાં તેનો કારોબાર કરી શકશે નહીં. હવેથી અમે આવા નિયંત્રણો લાદવા જઈ રહ્યા છીએ. બાઇડને જણાવ્યું હતું કે, પુતિન આક્રમક છે, પુતિને આ યુદ્ધ પસંદ કર્યું અને હવે તે અને તેમના દેશને પરિણામ ભોગવવા પડશે. અમારી સેના યુક્રેનમાં યુદ્ધ નહીં કરે. અમે તમામ નાટો દેશોને સમર્થન આપીશું.

આ આપણા બધા માટે ખતરનાક સમય છે. નિકાસ નિયંત્રણો રશિયાની અડધાથી વધુ હાઇ-ટેક આયાત બંધ થઈ જશે. અમે રશિયાના સાયબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. આ સાથે બાઇડને જણાવ્યું હતું કે, યુએસ અને તેના સાથી દેશો ચાર મોટી રશિયન બેંકની સંપત્તિને અવરોધિત કરી રહ્યા છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.

રશિયા-યુક્રેન યુદ્ધઃ દુનિયાને ધમકાવનાર પુતિનના ઘરમાં ‘વિરોધ’, કસ્ટડીમાં લેવાયા ૧૭૦૦થી વધુ રશિયન લોકો અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ઓઈલ કંપનીઓ કિંમતમાં વધારો નહીં કરે. જાે જરૂર પડશે તો અમેરિકા વધારાના બેરલ તેલ છોડશે, અમે સ્વતંત્રતા માટે ઊભા છીએ. છઙ્ઘજ હ્વઅ આ સાથે બાઇડને સ્પષ્ટ કર્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની મારી કોઈ યોજના નથી.

તે ભૂતપૂર્વ સોવિયત સંઘને પુનઃસ્થાપિત કરવા માગે છે. મને લાગે છે કે, તેમની મહત્વાકાંક્ષા આ ક્ષણે આપણે જ્યાં છીએ તેના બરાબર વિરુદ્ધ છે. આ ઉપરાંત બાઇડને જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયન સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા માટે નાટોને મજબૂત કરવા માટે યુએસ જર્મનીમાં વધારાના દળો તૈનાત કરી રહ્યું છે. અમેરિકી સૈન્ય નાટોના પ્રદેશના દરેક ઇંચની સંપૂર્ણ શક્તિ સાથે રક્ષણ કરશે.

જાે બાઇડનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારત યુનાઇટેડ સ્ટેટ્‌સની સાથે છે, ત્યારે તેમણે કહ્યું, અમે આજે ભારત સાથે ચર્ચા વિચારણા કરવા જઇ રહ્યા છીએ, હજૂ સુધી તેનો કોઇ ઉકેલા આવ્યો નથી.

રશિયાએ યુક્રેન પર પોતાનું વિશેષ સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આમાં દુનિયાની નજર સાયબર વોર પર છે. અહેવાલો અનુસાર, યુક્રેન પર મોટો સાયબર હુમલો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનની ઘણી સરકારી વેબસાઇટ હેક કરવામાં આવી છે. આમાં સૌથી મોટી ચિંતા વાઇપર માલવેરની છે.

વાઇપર માલવેર કોઈપણ સિસ્ટમમાં સંગ્રહિત ડેટાને કાયમ માટે ખતમ કરી શકે છે. એટલે કે, પછી તેને પુનઃપ્રાપ્ત કરવું શક્ય નથી. રિપોર્ટ અનુસાર, હાલમાં જ કેટલાક હેકિંગ ટૂલ્સ વિકસાવવામાં આવ્યા છે.આ સાધનો દ્વારા જ યુક્રેન પર સાયબર હુમલા કરવામાં આવી રહ્યા છે. એટલે કે આ માલવેરના કાઉન્ટરએટેક સોફ્ટવેર બનાવવામાં સમય લાગી શકે છે. જેનો ફાયદો હુમલાખોરોને મળી રહ્યો છે.

હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે વાઇપર માલવેર શું છે અને તે પીસી પર કેવી રીતે અટેક કરે છે.રશિયા યુકેરિન યુદ્ધના કારણે, વિશ્વભરના શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે વિશ્વભરના અબજાેપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે.

આ સંકટના કારણે વિશ્વના ટોચના ૧૦ અબજપતિઓની નેટવર્થમાં ૩૪.૧૪ અબજ ડોલર એટલે કે ૨.૫૭ લાખ કરોડ રૂપિયાનો નાશ થયો છે. જેમાં એલન મસ્કને સૌથી વધુ નુકસાન થયું છે. તે જ સમયે, વિશ્વના ૧૦મા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને પણ મોટું નુકસાન થયું છે. આવો તમને એ પણ જણાવીએ કે કયા અબજપતિને કેટલું નુકસાન થયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.