ડોલર ઊંચકાતા પેમેન્ટ રોકી રાખતા હિરા ઉદ્યોગકારો
સુરત, રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને કારણે ડોલરના રેટમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. ડોલર વધુ ઉછળીને ૮૦ આસપાસ પહોંચે તો, દોઢ-બે મહિના પેમેન્ટ રોકી રાખવાનું વલણ રહેશે. હીરા બજાર પર અસર એ આવી છે કે પોલીશ્ડની નવી ખરીદી અટકી ગઈ છે.
યુદ્ધ શરૃ થઈ ગયું હોવાને કારણે પેમેન્ટની ચુકવણીમાં લોકોનું વલણ રાહ જાેવાનું રહેશે. કેમકે ડોલર વધવા માંડે એટલે પેમેન્ટ કરવામાં તકલીફ થાય. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો અને અમેરિકા આ યુધ્ધમાં કૂદી પડે તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે, એમ મહિધરપુરા હીરાબજારના કીત શાહે જણાવ્યું હતું. ડોલરનો રેટ વધીને ૮૦ આસપાસ થઇ જશે તો એન્ટવર્પના પેમેન્ટો અટકી જશે. કેમકે, ૧૦થી ૧૫ ટકાનો વધારો હીરા ઉદ્યોગકારો માટે નુકસાની ઉભી કરશે.
અત્યારે નિકાસ કામકાજ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની નજર યુધ્ધ ઉપર છે. બે-ચાર દિવસમાં પરિસ્થિતિ કેવી બને છે ? વાતાવરણમાં સુધારો થાય છે કે યુદ્ધ વધુ વકરે છે ? તે અનુસાર કામકાજ આગળ વધશે જાેકે યુધ્ધ વધુ ગંભીર બનવાની કિસ્સામાં એન્ટવર્પના પેમેન્ટો દોઢ-બે મહિના માટે સ્થગિત થઈ જશે.SSS