રૂપાલી ચાહકો તરફથી મળતા પ્રેમથી ખૂબ જ ખુશ
મુંબઇ, રૂપાલી ગાંગુલી ટેલિવિઝનની ટોચની એક્ટ્રેસિસમાંથી એક છે. ઘર-ઘરમાં અનુપમા તરીકે જાણીતી એક્ટ્રેસને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળે છે. અનુપમા સીરિયલમાં તેના પાત્ર સાથે લોકો કનેક્ટ થઈ રહ્યા છે અને તેને અસલી માની રહ્યા છે.
રૂપાલી ગાંગુલી ઘણી સીરિયલોમાં કામ કરી ચૂકી છે પરંતુ જેટલો પ્રેમ ‘અનુપમા’ના કારણે મળ્યો છે એટલો કદાચ પહેલા મળ્યો નથી. ઘણા એક્ટર્સ ટેલિવિઝનમાં સફળતા મળ્યા બાદ બોલિવુડ તરફ પ્રયાણ કરે છે પરંતુ રૂપાલી ગાંગુલીના કિસ્સામાં તેવું જરાય નથી. તે ટીવીની એક્ટ્રેસ બનીને જ ખુશ છે અને આ વાત તેણે પોતે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકારી છે.
રૂપાલી ગાંગુલીનું કહેવું છે કે, ટેલિવિઝન એક્ટર બનીને તે ખૂબ જ ગર્વ અનુભવી રહી છે. મને સમજાતું નથી કે, લોકો કેમ ટીવીને હજી પણ ફિલ્મોના નાના ભાઈ તરીકે ઓળખે છે. મને લાગે છે કે ટીવી ઈન્ડસ્ટ્રી પાસે પણ અદ્દભુત કલાકારો છે પરંતુ કદાચ સરળ ઉપલબ્ધિતાના કારણે તે એક રૂઢી બની ગઈ છે, લોકોના મગજમાં તે વાત સેટ થઈ ગઈ છે કે ફિલ્મ સેલિબ્રિટી જ મોટા છે. ઘણા ટીવી એક્ટર્સ મોટા ફિલ્મ સ્ટાર્સ બન્યા છે, જેમ કે શાહરૂખ ખાન, આર માધવન અને સુશાંત સિંહ રાજપૂત.
ધીમે-ધીમે પરંતુ સ્થિરતાથી ટીવી સ્ટાર્સને તેમની ક્રેડિટ મળી રહી છે’, તે રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું. રૂપાલી ગાંગુલી, જેને હાલમાં મોસ્ટ પ્રોમિસિંગ એક્ટ્રેસ ઈન ટીવી શોનો એવોર્ડ મળ્યો હતો, તેણે ઈવેન્ટને યાદ કરી હતી જ્યાં તેના પાત્રની લોકપ્રિયતા ફિલ્મ એક્ટર પર હાવી થઈ હતી. તેણે જણાવ્યું હતું કે, ‘હું તેવી જગ્યાએ ગઈ હતી જ્યાં એક ફિલ્મ સ્ટાર હતો.
મારા શોમાં હું જે પાત્ર ભજવું છું તેને મળવા માટે લોકોએ બૂમો પાડી હતી, તેનાથી હું અભિભૂત થઈ હતી. ટીવી એક્ટર્સને હજી પણ લોકો તેના પાત્રથી ઓળખે છે, જ્યારે ફિલ્મી કલાકારો તેમની રીતે ઓળખાઈ છે. આલિયા ભટ્ટ ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે, કાજાેલે સિમરનનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ મારું પાત્ર રૂપાલી ગાંગુલી છે. અમે હજી પણ તે સ્ટેટસ પર નથી પહોંચ્યા જેને ફિલ્મી કલાકારો માણે છે.SSS