Western Times News

Gujarati News

એક્ટિંગમાં કેરિયર બનાવવા ભારત આવેલી યુક્રેનની એક્ટ્રેસે શું કહ્યું?

યુક્રેનમાં રહેતા પરિવારને કંઈ થયું તો હું અનાથ થઈ જઈશ

મુંબઇ, નતાલિયા કોઝેનોવા એક્ટિંગમાં કરિયર બનાવવા માટે ૧૧ વર્ષ પહેલા ભારત આવી હતી. અન્ય વિદેશી એક્ટ્રેસની જેમ, તેના પણ કેટલાક સપનાઓ હતા પરંતુ આજે નતાલિયા તેના દેશ યુક્રેનની ખરાબ થતી જઈ રહેલી સ્થિતિ જાેઈને એક-એક ક્ષણ ભયમાં જીવે છે.

રશિયાના યુક્રેન પરના હુમલાના વીડિયો અને રિપોર્ટ્‌સ જાેઈને વેબ શો ‘ગંદી બાત’ તેમજ ફિલ્મ ‘અતિથિ તુમ કબ જાઓગે? અને અંજુના બીચમાં કામ કરી ચૂકેલી નતાલ્યાને તેના પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. તેણે કહ્યું હતું કે, ‘મારા મમ્મી, સાવકા પિતા, બે ભાઈ અને બે ભત્રીજા સહિતનો આખો પરિવાર યુક્રેનના શહેરમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

મારા દેશની સ્થિતિ ગંભીર છે. રશિયાએ અમારા પર હુમલો કર્યો છે અને ઘણા શહેરો પર આક્રમણ કર્યું છે. તેમણે યુક્રેનની રાજધાની પર પણ હુમલો કર્યો છે. યુક્રેનની બહારની બસ કે ટ્રેનમાં ચડવાની તક લોકોને મળતી હતી, જે હવે યુદ્ધ ક્ષેત્ર બની ગયું છે.

ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે. ૨૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા છે. તેણે ઉમેર્યું હતું કે, અમે રશિયા જેવી મહાશક્તિ અને લશ્કરી તાકાતનો સામનો કરી શકતા નથી. યુક્રેનના લોકો શાંત છે અને કોઈનું નુકસાન કરતા નથી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેર કર્યું હતું કે, આ યુક્રેનનો અંગ છે અને તેમણે જે પગલું ભર્યું છે તે તેમના ઈરાદાઓ સ્પષ્ટ કરે છે. પ્રિયજનોની સુરક્ષા માટે ચિંતિત એક્ટ્રેસ કોઈ જાદુ થાય તેવી પ્રાર્થના કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

હવે શું થશે તે કોઈ જાણતું નથી કારણ કે સ્થિતિ ખૂબ જ ખરાબ અને અણધારી છે. લોકો મૂંઝવણમાં છે. દરેક વ્યક્તિ આઘાતમાં છે. લોકોમાં ખૂબ જ તણાવ છે.

થોડા કલાક પહેલા મેં મારી મમ્મી સાથે વાત કરી હતી, જેમણે જણાવ્યું હતું કે રશિયાના સૈનિકો તેમના શહેરમાં પણ ઘૂસી રહ્યા છે. તેમને ઘર ખાલી કરવા અને આશ્રયગૃહમાં જવાનું કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

મારી નાખશે તેવા ડરથી મારા પરિવારે પોતાને ઘરની અંદર બંઝ કરી દીધો છે. નેટવર્ક ઈશ્યૂ થવાનું શરૂ થઈ ગયું છે અને મને ડર લાગી રહ્યો છે’, તેમ તેણે કહ્યું હતું. હાલમાં જ ફિલ્મ ‘ભાનુમતી’નું શૂટિંગ પૂરુ કરનારી એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, ‘મારા દેશ પર આવેલા સંકટના વિચારોમાંથી બહાર નીકળી શકતી નથી.

મારા પરિવારને કેવી રીતે મદદ કરવી અને તેમને ત્યાંથી કેવી રીતે બહાર કાઢવા તે નથી જાણતી.

 

View this post on Instagram

 

A post shared by Nataliya Kozhenova (@nataliyaa1921)

તેઓ ભારત આવે તેવું ખરેખર હું ઈચ્છું છું, પરંતુ તેમ કરવાનો કોઈ રસ્તો નથી. હું તેમને ક્યારે મળીશ નથી જાણતી. જાે મારા પરિવારને કંઈ થયું તો હું અનાથ થઈ જઈશ. તેમના સિવાય મારું કોઈ નથી. ભારત યુક્રેનને સપોર્ટ કરે તેવી આશા રાખું છું. ઘણા ભારતીયો મારા દેશમાં અભ્યાસ કરી રહ્યા છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ખતરામાં છે અને યુક્રેનમાં થનારી કપરી સ્થિતિનો તેમને વધારે સામનો ન કરવો પડે તેવી આશા રાખું છું’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.