Western Times News

Gujarati News

યુક્રેનની મહિલા સાંસદે પણ રશિયા સામે લડવા રશિયન કલાશનિકોવ (AK) ઉપાડી

Twitter

કીવ,  યુક્રેનના પાટનગર કીવ પર કબ્જો કરવા મથતા રશિયનદળોને નાગરિકોના જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. મિસ ગ્રાંડ બિરુદ જીતનારી બ્યુટીકવીન એનેસ્ટાસીયા લેનાએ હથિયારો ઉઠાવીને યુક્રેન સૈન્યમાં જોડાઈ ગયાની જાહેરાત કરી હતી. 36-year-old Kira Rudik went viral on social media for her photo with a Kalashnikov.

કલાશનીકોવ રાયફલ દુનિયાભરમાં રશિયા સપ્લાય કરે છે. ઓટોમેટીક ગન કલાશનિકોવ (એકે) જે ઘણાં પ્રકારની છે. AK47 ઓટોમેટીક કલાશનિકોવ 47 દુનિયાભરમાં ખુબ પ્રસિધ્ધ છે. દુનિયાભરના દેશો આ ગન રશિયા પાસેથી જ ખરીદે છે.

આ સિવાય મહિલા સાંસદ કિરા રૂદીર્ક પણ રશિયા સામે લડવા શસ્ત્રો ઉપાડયા છે. ટવીટર પર રાયફલ સાથેની તસ્વીર જાહેર કરી છે. રાઈફલ ચલાવતા આવડે છે તેનો દાવો કરતા ઉમેર્યુ છે કે પુરુષોની જેમ મહિલાઓ પણ યુક્રેનની રક્ષા કરવા સજજ છે.

રશિયન આક્રમણ સામે યુક્રેનમાં મહિલાઓ પણ રણચંડી બની છે. બ્યુટી કવીનથી માંડીને મહિલા સાંસદ સુધીના લોકોએ રશિયાને પડકાર ફેંકીને હથિયારો ઉઠાવ્યા છે તેને પગલે યુક્રેનિયન નાગરિકોને જુસ્સો બુલંદ બન્યો છે.

આ ઉપરાંત યુક્રેનના 26 વર્ષીય સૌથી યુવા સાંસદ તથા રાષ્ટ્રપતિના પુર્વ સલાહકાર સિયાતોસ્વ યુરાશે પણ હથિયાર ઉઠાવવા સાથે એકે-47 સાથેની તસ્વીર જાહેર કરી છે. અમારી પાસે જયાં સુધી હથિયારો છે ત્યાં સુધી લડતા રહેશુ તેવો હુંકાર કર્યો છે.

રશિયન સૈન્યને રોકવાનો યુક્રેનના નાગરિકોનો જુસ્સો બુલંદ હોય તેમ સંખ્યાબંધ મેટલ વિડીયો જાહેર થઈ રહ્યા છે. એક 30 સેક્ધડના વાઈરલ વિડીયોમાં રશિયન ટેન્કોને અટકાવવા માટે યુવક રસ્તા પર ઉભો રહી ગયાનું માલુમ પડે છે. સોશ્યલ મીડીયામાં આ યુવાનને નટેન્કમેનથ તરીકેની ઓળખ આપી દેવામાં આવી છે. બીજી તરફ રશિયા સામે ઝઝુમતા યુક્રેનને સાથી દેશો સતત મદદ કરી રહ્યા છે.

ફ્રાંસે તમામ મદદ આપવાનું જાહેર કરીને હથિયારો મોકલ્યા છે. બ્રિટન તથા અન્ય 25 દેશો વચ્ચે પણ યુક્રેનને મદદ કરવાની સહમતી થઈ છે. કઈ રીતે યુક્રેન સુધી મદદ પહોંચાડવી તેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.