સપા સરકારે મોહર્રમ માટે વીજળી આપી હતી, પણ રામ નવમી માટે નહીંઃ શાહ

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સમાજવાદી પાર્ટી પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આક્ષેપ કરતા રવિવારે કહ્યું કે સપાની સરકારે અગાઉ રામ નવમી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર લોકોને વીજળી આપી ન હતી, પરંતુ મોહર્રમ દરમિયાન વીજળી પૂરી પાડી હતી. બલિયામાં ચૂંટણી સભાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે જાે લોકો સપાને મત આપશે તો ઉત્તર પ્રદેશમાં વીજળી નહીં આવે.
તેમણે કહ્યું કે ‘અગાઉ, મોહર્રમ વખતે ઉત્તર પ્રદેશમાં વીજળી આપવામાં આવતી હતી, પરંતુ પરશુરામ જયંતિ, શ્રી રામ નવમી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર વીજળીનો પુરવઠો ન આપવામાં આવતો ન હતો’.
શાહે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમના ગુંડાઓ બુંદેલખંડમાં ‘કટ્ટા’ અથવા દેશી પિસ્તોલ બનાવતા હતા, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની સેના માટે દારુગોળો બનાવવા માટે સંરક્ષણ ઉદ્યોગ સ્થાપી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ યુવાનોને ગુનાખોરી તરફ ધકેલવાનું કામ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થા કરી છે કે બુંદેલખંડમાં બનેલા દારૂગોળાથી પાકિસ્તાનને સરહદ પર બરાબરનો જવાબ આપી શકાય.
શાહે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં ભાજપ ફરીથી સરકાર બનાવશે અને ચાર તબક્કાના મતદાન પરથી તે સ્પષ્ટ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ‘અગાઉની ચૂંટણીના ઢંઢેરામાં અમે કહ્યું હતું કે સરકાર દરેક જિલ્લામાં ગરીબોની જમીન છીનવી લેવાઈ છે તેમની જમીન પાછી મેળવશે.
શિવપાલ (યાદવ) જી તેના પર હસતા હતા અને કહેતા હતા કે પડાવી લેવામાં આવેલી જમીન છે, ક્યારેય પાછી ન આવે. પરંતુ યોગીજીએ રૂ. ૨,૦૦૦ કરોડની સરકારી જમીન પરથી અતિક્રમણ હટાવ્યું અને ગરીબો માટે ઘર બનાવ્યા.’ તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે સિત્તેરના દાયકામાં ‘ગરીબી હટાઓ’નો નારો આપ્યો હતો. ‘તેઓ ગરીબી તો દૂર કરી શક્યા ન હતા, પરંતુ ગરીબ લોકોને જ દૂર કરવાનું કામ કર્યું હતું.
મોદી સરકારે ગરીબોના કલ્યાણ માટે કરેલા તમામ વચનો પૂરા કર્યા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘અખિલેશે યુપીને લૂંટ, લૂંટ, હત્યા અને બળાત્કારમાં નંબર વન બનાવ્યું…. યોગી સરકારના રાજમાં આજે અતીક અહેમદ, મુખ્તાર અંસારી અને આઝમ ખાન જેલમાં છે.
જાે તમે ભૂલથી પણ સાઇકલનો વિકલ્પ પસંદ કરશો તો શું આ બધા જેલમાં રહેશે? જાે તમે યુપીને માફિયા અને ‘બાહુબલી’થી મુક્ત કરવા માંગો છો, તો તે કામ માત્ર ભાજપ સરકાર જ કરી શકે છે.’HS