Western Times News

Gujarati News

મુંબઇમાં વીજળી ગુલઃ એક કલાક સુધી લોકલ ટ્રેનોના પૈડાં થંભી ગયા

મુંબઈ, હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈના કેટલાક વિસ્તારોમાં મોટા પાયે વીજળી ગુલ થઈ હતી. તેને લીધે લગભગ એક કલાક સુધી લોકલ ટ્રેન્સ થંભી ગઈ હતી અને રજાના દિવસે મુંબઇવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના અંગે મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની અને ખાનગી કંપની ટાટા પાવરે સવારમાં લગભગ એક કલાક ચાલેલી વીજ સમસ્યા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. સવારના લગભગ ૧૧ વાગ્યાથી વીજ પુરવઠો પૂર્વવત્‌ થયો હતો અને રેલવે જેવી ઇમરજન્સી સેવાઓ શરૂ થઈ હતી. અંધેરી અને ચર્ચગેટ સ્ટેશન વચ્ચે પશ્ચિમ રેલવેની સેવાઓ સવારના ૯ઃ૫૦થી લગભગ એક કલાક સુધી અટકી ગઈ હતી.

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇનની સેવા પણ થોડા સમય માટે અટકી હતી. છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પર પણ વીજ પુરવઠો ખોરવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૦ પછી લગભગ ૧૭ મહિને મુંબઇમાં આટલા લાંબા સમય માટે વીજ પુર?વઠો ખોરવાયો છે. MSETCLના નિવેદન અનુસાર જુદીજુદી ઘટનાઓ પછી ટેક્નિકલ ક્ષતિ ઊભી થવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.

ટાટા પાવરે વીજ સમસ્યા માટે MSETCLના જવાબદાર ઠેરવી હતી. MSETCL જણાવ્યું હતું કે, મેટ્રો બિલ્ડિંગના કામને લીધે કેટલીક લાઇન બંધ કરવી પડી હતી. જ્યારે ટેક્નિકલ ક્ષતિના કારણે વીજ પુરવઠો બંધ થવાની લોકલ ટ્રેન્સની અન્ય કેટલીક લાઇન પણ અટકી હતી.

MSETCLના નિવેદન અનુસાર ‘સવારે ૮ઃ૪૪ કલાકે ટ્રોમ્બે-મુલુંડ ટ્રાન્સમિશન લાઇનમાં ટેક્નિકલ ક્ષતિ થઈ હતી. તેને લીધે માંગમાં ઉછાળો નોંધાયો હતો.’ રાજ્યની વીજ કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ટાટા પાવરને તેના થર્મલ અને હાઇડલ એકમોમાંથી વધારાનો પુર?વઠો પૂરો પાડવા જણાવાયું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.