પોલીયોના ટીપા પીવડાવનારને એલાઉન્સ પેટે માત્ર રૂા.૭પ!!
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કેન્દ્ર અને રાજય સરકારની અસરકારક કામગીરીના કારણે વિશ્વભરમાં ફફડાટ ફેલાવનાર ‘કોરોના વેક્સિનેશન’ની કામગીરી ખુબ જ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. આ અંગે શાસક-વિપક્ષ વચ્ચે રાજકીય દાવા-પ્રતિદાવા થતાં હોય છે એ અલગ વાત છે. કોરોનાની માફક અન્ય રોગ જટીલ છે. જેની વેક્સિન પણ જરૂરી છે. પોલિયો સામે પણ ભારતની લડત ચાલુ જ છે.
હાલમાં પોલીયો વેક્સિનના ટીપા પીવડાવવા માટેનું અભિયાન શરૂ થઈ ગયુ છે. ખુબ જ સુંદર કામગીરી તેના માટે ચાલી રહી છે. પોલીયોના ટીપા પીવડાવવા મેડીકલ પર્સન કામર્ગીરી કરી રહ્યા છે. તેઓ ઘરે ઘરે જઈને પૂછપરછ કરી રહ્યા છે કે ઘરમાં નાનંુ બાળક છે. દરેક ઘરે ફરવુ એ પણ સહેલુ કામ નથી.
સમગ્ર રાજ્યમાં આ ભગીરથ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સાથે સંકળાયલા તમામ લોકો અભિનંદનને પાત્ર છે. પોલીયોના ટીપા પીવરાવવા માટે દિવવસ દરમ્યાન અંદાજે એક ટીમને ૧પ૦ ઘરનો ટાર્ગેટ અપાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોલેજ સાથે સકાયેલ ટીમની ઘણી યુવતિઓના જણાવ્યા અનુસાર તેમને દિવસના માત્ર રૂા.૭પ જ એલાઉન્સ આપવામાં આવે છે.
૧પ૦ ઘરોનો ટાર્ગેટ પૂરો કરતા ઘણી વખત બપોર પડી જતી હોય છે. જમવાના ઠેકાણા પડતા નથી. આ કામ પૂરૂ થયા પછી બપોરના જમવા ભેગા થવાનું હોય છે. વળી, જે કંઈ ખર્ચ થાય છેે એ માત્ર રૂા.૭પમાં જ કરવાનો રહે છે. ઘણી વખત તો તેમાંથી પણ કશું બચતુ નથી.
આમ, તો પોલીયોના ટીપા પીવરાવવાનું કામ અઘરૂ છે. ઘરે ઘરે ફરવાનું કામ સહલુ નથી. તેમાં માત્ર રૂા.૭પ દેખાતા જ નથી. જાે કે આ કામ સાથે સંકળાયેલા કોઈએ એલાઉન્સ વધારવાની સતાવાર કોઈ જાહેરાત કરી નથી. પણ સરકારે ખરેખર આ દિશામાં વિચારવુ જાેઈએ.
જાે બહાર બપોરનું જમવા જાય તો પણ સહેજે આ એેલાઉન્સની રકમમાં રૂપિયા જાેડવાનો વારો આવે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી તેમને મળતી એલાઉન્સની રકમ વધારવી જરૂરી છે. જેથી આવી કપરી કામગીરી કરનાર મેડીકલ પર્સનનો ઉત્સાહ જળવાઈ રહેે.