Western Times News

Gujarati News

એએમસી બાબુઓ મિલકતો જાહેર કરવાના નિયમને ‘ધોળીને પી ગયા: વર્ષે મિલકતો જાહેર કરાતી નથી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ દર વર્ષે પોતાની મિલકત જાહેર કરવાના નિયમને ‘ ધોળીને પી ગયા છે’ અને નિયમીત રીતે મિલકત જાહેર કરતા ન હોવાની બાબતને ગંભીરતાથી લઈને આ નિયમનો અમલ કરાવવા મ્યુનિ. બોર્ડમાં વ્યાપક રજુઆત કરાઈ છે.

ર૦૧૯થી ર૦ર૧ના ત્રણ વર્ષમાં એએમસીના વર્ગ-૧ના ૩૮૦ અને વર્ગ-રના ૧,૯૦૦ અધિકારીઓએ જ મિલકતો જાહેર કરી છે. જયારે બાકીના અધિકારીઓએ મિલકતો જાહેર કરી નથી.

બાકીના અધિકારીઓ દ્વારા પણ મિલકતો જાહેર કરવામાં આવે અને તમામ વિગતોનું ક્રોસ વેરિફિકેશન કરવાની જમાલપુરના એઆઈએમઆઈએમના કોર્પોરેટરે માંગણી કરી છે.

એએમસીના અધિકારીઓની સત્તાવાર મિલકતોની માહિતી જાહેર કરવામાં આવે તો અધિકારીઓની ‘અપ્રમાણસર’ મિલકત કેટલી છે ? તે અંગેની હકીકતની જાણકારી મળશે. એએમસીમાં ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓએ પોતાની મિલકતોની વિગતો જાહેર કરવાની હોય છે પરંતુ અધિકારીઓ પોતાની વિગતો જાહેર ન અધિકારીઓ વિગતો જાહેર કરતા નથી.

મ્યુનિ.ના પ્રોપટી ટેક્ષ એન્જીનીયરીંગ, એસ્ટેટ-ટીડીઓ હેલ્થ સોલીડ વેસ્ટ, વગેરે વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફાલ્યો હોવાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. મ્યુનિ.ના ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ વિરૂધ્ધ એસીબી અને વીજીલન્સ ખાતામાં અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. છેલ્લા દસ વર્ષમાં એએમસીમાં ફકત ૪૧ કર્મચારીઓ જ લાંચ લેતાં ઝડપાયા છે.

આ વર્ષ ર૦૧૯માં બોડકદેવ સીટી સીવીક સેન્ટરમાં રૂા.ત્રણ કરોડની રકમની ઉચાપત થઈ હતી પરંતુ તેમાં માત્ર રૂ.૯૦ લાખની જ ફરીયાદ નોંધાવાઈ હતી. અગાઉ એએમસીના એક ઉચ્ચ અધિકારી સામે એસીબીમાં ફરીયાદ થઈ હતી. મ્યુનિ.ના વીજીલન્સ વિભાગે અગમ્ય કારણોસર આ મામલે કોઈ તપાસ કરી ન હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.