ગોધરામાં રોડનો ડામર પીગળતાં રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા શહેર સહિત તાલુકામાં નવા રોડ સહિતના કામો મંજૂર કરાવવામાં આવ્યા હતા .
જે અંતર્ગત ગોધરાના પોપટપુરા આર્યુવેદીક દાવાખાનાથી લઇને ગોધરા શહેરાના ચર્ચ સુધી અંદાજીત સાત કિમીનો નવો રોડ તાજેતરમાં બનાવવામાં આવ્યો છે .
પરંતુ હાલ શિયાળામાં પડતા તાપથી રસ્તા પરનો ડામર પીગળી જતા અહીંયાથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે . રસ્તા પરનો ડામર પીગળતા વાહનના ટાયરો પણ ડામરમાં ચોડી જતા ટાયરો ની છાપ રસ્તા ઉપર ઉપસી આવે છે.
તો વળી કેટલાક દ્વી ચક્રિય વાહન ચાલકો તો સ્લીપ પણ ખાઈ ગયા હોવાના બનાવો બન્યા છે . જ્યારે રાહદારીઓ રસ્તો ક્રોસ કરતાં હોયછે . ત્યારે તેઓના પગરખા પણ ડામરમાં ચીપકી જવાના બનાવો દિવસ દરમિયાન બનતા હોય છે . જાે અત્યારે શિયાળામાં પડતા તાપમાં આ દશા છે તો આગામી ધગધગતા ઉનાળામાં રસ્તાની શું હાલત થશે.
તેને લઈને રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. કે પછી અન્ય કોઈ કારણ હોય તેવા સવાલો લોકમુખે ઉડી રહ્યા છે. તંત્ર પીગળતા ડામરથી તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે.