Western Times News

Gujarati News

સૈન્ય દળો માટે ડિસ્કાઉન્ટેડ કિંમત પર ગુણવત્તાયુક્ત વાજબી ઘરો ઉપલબ્ધ થશે

પ્રતિકાત્મક

ઉડચલોએ સૈન્ય દળોને સઘન સેવા પ્રદાન કરવા રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરી

ભારતના સૈન્ય દળોને વિશિષ્ટ સેવાઓ આપતી કન્ઝ્યુમર ટેક કંપની ઉડચલોએ રિયલ એસ્ટેટ વ્યવસાયમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. હવે તમામ સૈન્ય અધિકારીઓ અને નિવૃત્તિ સૈનિકો ઉડચલો મારફતે ડિસ્કાઉન્ટેડ બજારકિંમતે વાજબી ઘરોની ખરીદી કરી શકે છે.

બ્રાન્ડની ‘ઉડચલો એસ્યોરિટી’ની કટિબદ્ધતાના પીઠબળ સાથે ઉડચલો રિયલ એસ્ટેટની તમામ ખરીદી ગુણવત્તાયુક્ત, વાજબી અને નફાકારક હાઉસિંગ મિલકતોમાં રોકાણને સુનિશ્ચિત કરશે. ભારતીય સૈન્ય કર્મચારીઓ હવે ઉડચલો દ્વારા વાસ્તવિક બજારકિંમતથી લઘુતમ 10 ટકા ડિસ્કાઉન્ટ પર ઉડચલો દ્વારા મિલકતની ખરીદી કરી શકે છે.

સૈન્ય દળો દ્વારા પસંદગીના તમામ શહેરોમાં સાહસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ઉડચલો સૌપ્રથમ પૂણે શહેરમાં પ્રવેશ કરશે અને પછી ચંદીગઢ, એનસીઆર દિલ્હી, બેંગાલુરુ અને જયપુર જેવા બજારોમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. બ્રાન્ડ આ શહેરોમાં પ્રતિષ્ઠિત ડેવલપર્સ સાથે વાટાઘાટ કરી રહી છે, જે એના ઉપભોક્તાઓ માટે ખરીદીના શ્રેષ્ઠ વિકલ્પો વધુ સુનિશ્ચિત કરશે અને ઘર ખરીદવાની સફરને સરળ બનાવશે.

પૂણે શહેર માટે ઉડચલોએ પીઢ સૈનિકો અને સૈન્ય દળોને શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટેડ રેટ પર 100,000 ચોરસ ફીટ વિસ્તારનું વેચાણ કરવા પ્રસિદ્ધ ન્યાતી ડેવલપર્સ સાથે જોડાણ કર્યું છે. વાઘોલી પૂણેમાં સ્થિત એક પ્રતિબદ્ધ ટાવરની ડિઝાઇન ભારતના સૈન્ય દળો માટે બિલ્ડરે બનાવી છે. પ્રોપર્ટી શાળાઓ, હોસ્પિટલો, બજારો અને અન્ય જરૂરિયાતોની આસપાસના વિસ્તારોમાં પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવશે.

ઉડચલોના સીઇઓ રવિ કુમારે કહ્યું હતું કે, “આ ઉડચલોની વ્યવસાયિક વિવિધતા લાવવા સારી રીતે વિચારીને અને સંશોધન કરીને હાથ ધરવામાં આવેલી વ્યૂહરચના છે, ઉડચલોની કરવેરાની ફાઇલિંગની સુવિધા દ્વારા ગયા વર્ષે ભરાયેલા 99 ટકા રિટર્નમાં આવકવેરા ધારાની 24મી જોગવાઈનો લાભ લેવામાં આવ્યો નહોતો,

જે અંતર્ગત મકાનમાલિકોને રૂ. 2 લાખ સુધીની કરમુક્તિનો દાવો કરવાની સુવિધા મળે છે. ઉપરાંત આપણા દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સૈનિકોએ ક્યારેય પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)નો ઉપયોગ કર્યો નહોતો. અમે ‘આપણા નાગરિકોને સેવા આપનાર લોકોને સેવા આપવાનો’ સિદ્ધાંત જાળવી રાખ્યો છે

તથા આ પહેલ સૈનિક સમુદાયને મહત્તમ લાભ મળે અને તેમની બચત માટેના તમામ માપદંડો પર નજર રહે એ સુનિશ્ચિત કરશે. નાગરિકોથી વિપરીત સૈનિકો માટે ઘરની ખરીદી પડકારજનક બાબત છે, કારણ કે તેમની જરૂરિયાત વિશિષ્ટ હોય છે, કેવી રીતે ઉચિત મિલકતની પસંદગી કરવી,

લોનની સુવિધા, સ્કૂલની નિકટતા, આર્મી કેન્ટ, હોસ્પિટલો અને અન્ય સુવિધાઓ તથા આ બધાથી સૌથી વધુ મહત્વપૂર્ણ તેમના વેકેશન દરમિયાન પૂરી થાય એવી કાયદેસર ઔપચારિકતાનું પાલન અને બિલ્ડરની ડિલિવર બનશે. ઉડચલોની ટીમ એવી મિલકતોની ઓળખ કરશે, જે આ જરૂરિયાતો પૂર્ણ કરશે અને વિશિષ્ટ કિંમત પર શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઉત્પાદન, ખરીદીનો સરળ અનુભવ પ્રદાન કરવા કટિબદ્ધ છીએ.”

ઉડચલોના રિયલ એસ્ટેટનું નેતૃત્વ કરવા અભિજિત દાસને ચીફ બિઝનેસ ઓફિસર તરીકે બોર્ડ પર લેવામાં આવ્યાં છે. અગાઉ અભિજિત ઉદ્યોગસાહસિક છે અને રિયલ એસ્ટેટ, ધિરાણ સેવાઓ અને ઉપભોક્તા ઉદ્યોગોમાં કોર્પોરેટ એક્ઝિક્યુટિવ છે. તેઓ પૂર્વ ભારતમાં જેએલએલ વ્યવસાયને ઊભો કરવા પ્રેરકબળ છે

અને રિયલ એસ્ટેટ ઉદ્યોગની બહોળી જાણકારી ધરાવે છે. તેમની જાણકારી અને કુશળતા ઉડચલોને નવા વર્ટિકલમાં વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરવામાં મદદરૂપ થશે, જેમાં તેઓ વિસ્તરણ કરવા અને સેગમેન્ટમાં ઉપભોક્તાલક્ષી માગ પૂર્ણ કરવા ઇચ્છે છે.
આ નિમણૂક પર ઉડચલો-રિયલ એસ્ટેટના ચીફ બિઝનેસ ઓફિસર અભિજિત દાસે કહ્યું હતું કે, “લાંબા સમય સુધી સૈન્ય દળોની રિયલ એસ્ટેટની જરૂરિયાતો અને માગની ઉપેક્ષા થઈ હતી.

ઉડચલોના આ સ્પેસમાં પ્રવેશ સાથે આ કન્ઝ્યુમર સેગમેન્ટ હવે ચાવીરૂપ શહેરોમાં કેટલાંક શ્રેષ્ઠ ડેવલપર્સ સાથે શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. મને ઉડચલોની સફરમાં સામેલ થવાની ખુશી છે અને અમે બજારની સ્પેસમાં પરિવર્તન લાવવા અને આપણા સૈનિકોને સેવા આપવા આતુર છીએ.”

વર્ષ 2015થી ઉડચલો સુવિધાજનક ટ્રાવેલ, યુટિલિટી બિલ પેમેન્ટ, નાણાકીય સેવાઓ અને ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સની સુલભતા પ્રદાન કરીને દેશની સેવા કરતાં સૈનિકોને સેવા આપી રહી છે. આ નવા સેગમેન્ટ સાથે ઉડચલો અંદાજે 3 મિલિયન ઉપભોક્તાઓને તક આપશે,

જેઓ ફક્ત એડબલ્યુએચઓ અને એર ફોર્સ નેવલ હાઉસિંગ બોર્ડ પર નિર્ભર હતા, જે સેગમેન્ટની જરૂરિયાત પૂર્ણ કરવા ગુણવત્તાયુક્ત અને વાજબી મકાનો સુનિશ્ચિત કરે છે. ઉડચલોની ટીમ નિર્માણની કામગીરી પર નજર રાખશે તથા કાયદાકીય, ઇજનેરી, આર્કિટેક્ચર વગેરે જેવા વિવિધ માપદંડો પર આંતરિક અને બાહ્ય ઓડિટર્સ દ્વારા મૂલ્યાંકન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.