Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૫ લાખ માંગનારા લાંચિયા પોલીસકર્મી ઝડપાયા

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજકોટના તોડ કાંડનું ભૂત હજુ ધૂણી રહ્યું છે ત્યાં તો અમદાવાદમાં કેસમાં નામ ન લાવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા રૂપિયા ૨૫ લાખની માગણી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. તોડપાણી થાય તે પહેલા જ એન્ટી કરપ્સશન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આઘી ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે.

પોલીસે એક કોન્સ્ટેબલ્સની રૂપિયા ૨.૭૫ લાખ રૂપિયા સાથે ધરપકડ કરી લીધી છે. હવે આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ તોડકાંડ બાદ અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે રૂપિયા ૨૫ લાખની કેસમાં ના ફસાવવા માટે માગ્યા હતા.

આવામાં પોલીસે એક સાથે બે કોન્સ્ટેબલને રૂપિયા લેતા ઝડપી પાડ્યા હતા. અન્ય હદમાં આવતી કંપનીના સંચાલકો સામે કૌભાડ કરવામાં આવ્યો હતો. જે કેસમાં ફરિયાદ અને ધરપકડ ના કરવા માટે ૨૫ લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા.

આ કેસ પતાવવાનું ૭ લાખ રૂપિયામાં નક્કી કરાયું હતું. જે પૈકી રૂપિયા ૨.૭૫ લાખ રૂપિયા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ પોતે વધારે ફસાતા જતા હોવાનું માનીને કંપનીના સંચાલકોએ આ અંગે એસીબીને જાણ કરી દીધી હતી.

એસીબીએ આ કેસમાં છટકું ગોઠવીને રૂપિયા માગનાર બાદલભાઈ પચાણભાઈ ચૌધરી, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-૩ અને અમદાવાદ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૩ વિનોદભાઈ બાબુભાઈ વાઢેરને ઝડપી પાડ્યા હતા.

ગુજરાતમાં બનેલી ભૂપેન્દ્ર પટેલની ટીમ લોકોને તકલીફ ના પડે તે માટે સતત એક્ટિવ રહે છે જેમાં મહેસૂલ મંત્રી લોકોને તકલીફ ના પડે અને તેમના કામ સરળતાથી થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આવામાં શહેરના નવા વાડજમાં આવેલા મોજણી ભવનમાં સર્વેયર દ્વારા ભૂલો સુધારવા માટે ૧.૮૦ લાખની લાંચ માંગવામાં આવી હતી.

એસીબીને આ અંગે જાણ થતા છટકું ગોઠવીને લાંચિયા કર્મચારીને ઝડપી લીધો હતો. જયેશ સોમાભાઈ પટેલે એક ખેડૂતના જૂના સર્વે નંબરમાં સરકાર દ્વારા કોઈ ભૂલ થઈ હોવાથી તેને સુધરાવવા માટે મોજણી ભવનમાં રજૂઆત કરી હતી. જેના બદલામાં ૧.૮૦ લાખમાંથી ૧.૬૦ લાખ રૂપિયા મોજણી ભવનમાં જ આપવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન લાંચિયા કર્મચારી જયેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.