Western Times News

Gujarati News

પાસપોર્ટ જમા કરવાથી ફસાઈ ગયા ગુજરાતી વિદ્યાર્થીઓ

અમદાવાદ, રુપિયા, ખોરાક અને બીજી અનેક સમસ્યા વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા અનેક ભારતીય વિદ્યાર્થીઓમાં સેંકડો એવા ગુજરાતી વિદ્યાર્થીઓ છે જેઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બહાર કેવી રીતે નીકળવું તે અંગે મુશ્કેલીમાં ફસાયેલા છે કેમ કે તેમના પાસપોર્ટ તો યુનિવર્સિટી ઓફિસમાં જમા છે અને હજુ સુધી તેમને મળ્યા નથી.

આ એ વિદ્યાર્થીઓ છે જેઓ ગત ૨૮ જાન્યુઆરી ૨૦૨૨થી લઈને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ની વચ્ચે યુક્રેનમાં લેન્ડ થયા છે. એટલે કે રશિયાએ યુક્રેન સામે પૂર્ણ યુદ્ધ છેડ્યાના બે દિવસ પહેલા સુધી, અહીં પહોંચ્યા પછી ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ માટે આ વિદ્યાર્થીઓએ પોતાના પાસપોર્ટ યુનિવર્સિટીની ઓફિસમાં જમા કરાવ્યા હતા.

આ પરમિટ યુક્રેનમાં વિદેશીઓને બીજા કોઈ વધારાના વિઝા વગર જ રહેવાની મંજૂરી આપે છે. આ પ્રકારની પરમિટને વાર્ષિક ધોરણે રિન્યુ કરવામાં આવે છે.

ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે જેમના પાસપોર્ટ છેલ્લી ઘડીએ તેમને મળ્યા હતા અને તેના કારણે તેઓ યુક્રેનની જમીની સરહદો પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયા થઈને ભારત પરત ફરી શક્યા હતા.

આવી જ રીતે યુક્રેનમાં હજુ પણ ફસાયેલી સુરતની વિદ્યાર્થિની સેફાલી સરવૈયા જે યુક્રેનના ઉત્તરપૂર્વ વિસ્તારમાં આવેલા ખારકીવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસના કોર્સની પહેલા વર્ષની વિદ્યાર્થી છે તે આશરે ૪૦૦ જેટલા અન્ય વિદ્યાર્થીઓ સાથે છેલ્લા ચાર દિવસથી બંકરમાં પોતાનો જીવ બચાવવા માટે રહેવા મજબૂર બની છે.

ગુજરાતના સુરતની વતની સરવૈયાએ કહ્યું કે ‘અમે અહીં ૧૫ જેટલા વિદ્યાર્થીઓ છે જેમની પાસે હાલ પાસપોર્ટ નથી. કારણ કે અમે અહીં આવ્યા પછી ટેમ્પરરી રેસિડેન્ટ પરમિટ માટે આ પાસપોર્ટને અમે યુનિવર્સિટીની ઓફિસમાં સબમિટ કર્યા છે.’

સરવૈયા એ ૭ વિદ્યાર્થીઓ પૈકી એક છે જે ૭ ફેબ્રુઆરીના રોજ યુક્રેન પહોંચ્યા હતા. તેણે પોતા્‌ની સ્થિતિનું વર્ણન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓને બંકરમાં હવે ભૂખ્યા રહેવાનો વારો આવી શકે છે કારણ કે યુદ્ધના કારણે અમને અહીં હવે ફુડ સપ્લાઈ બંધ થઈ ગઈ છે.

સરવૈયાએ કહ્યું કે ‘યુક્રેનમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે અને શૂટ એટ સાઈટના આદેશ છે જેથી અમે પણ કોઈ બહાર અનાજ, પાણી કે કોઈ બીજા ફૂડ પેકેટ માટે જઈ શકીએ તેમ નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.