ભારત સરકારની બેદરકારી મામલે યુક્રેનથી પરત ફરતા વિદ્યાર્થીઓમાં નારાજગી
નવીદિલ્હી, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી હજુ કેવળ ૧૦ ટકા વિદ્યાર્થીઓ જ પરત આવી શક્યા છે, ૯૦ ટકા ત્યાં હજુ ફસાયેલા છે. પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ પર મોદી સરકારની જય જયકાર કરવા માટે અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ આ માટે તૈયાર નથી.
યુક્રેનથી ભારત આવવામાં તેમને જે રીતે પગે પાણી ઉતર્યું છે તેનો સામનો કર્યા પછી તેઓ નિર્ભિકપણે સરકારની ટીકા કરી રહ્યા છે અને ગોદીમીડિયા એ સત્યને ઢાંકો-ઢુંબો કરવાના પ્રયત્નો કરી રહ્યું છે.
યુ.એન.માં ભારત સરકારે યુક્રેનનું સમર્થન ન કરતાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. તેઓ ભારતીયો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે.
ભારતીય એમ્બેસી દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તથા વિદ્યાર્થીઓને સૈનિકો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે તેમ છતાં તેઓ ભારત આવે ત્યારે તેમને સરકારના ગુણગાન ગાવા મજબૂર કરાય છે. રખે કોઈ વિદ્યાર્થી સરકારની ટીકા કરે તો ગોદીમીડિયાના પત્રકારો માઈક હટાવી લે છે, તેમને બોલવા દેતાં નથી. વિદ્યાર્થીઓને પડેલી હાલાકીથી તેમના પરિવારજનો પણ નારાજ છે. આ બાબતની અસર આગામી ચૂંટણીઓ પર ન પડે તે માટે સત્તારૂઢ પાર્ટી અને તેમના મળતિયા નિમ્ન સ્તરના પ્રયાસો કરી રહ્યા છે.HS