રામ રહિમની ચૂંટણીગત ઉપયોગીતા પૂરી થઈ જતાં ફરીથી જેલ હવાલે કરાયા
નવીદિલ્હી, યે ઈન્ડિયા હૈ, યહાં કુછ ભી હો સકતા હૈ. બાબા ગુરમીત રામરહિમ બળાત્કાર મામલે દોષિત પુરવાર થયા પછી પણ પંજાબ અને હરિયાણામાં તેમના ભક્તો ઓછા થયા નથી.
આ સત્ય બરાબર જાણતી ભાજપ સરકારે પંજાબની ચૂંટણીમાં મત મેળવવા માટે જેલની સજા કાપી રહેલા ગુરમીતને ૨૧ દિવસની પેરોલ આપી હતી. વળી આ દરમિયાન તેમને જીવનું જાેખમ હોવાનું ત્રાગું રાખી ઝેડપ્લસ સિક્યોરિટી આપવામાં આવી. પંજાબમાં ડેરા સચ્ચા સોદાના ૪૦ લાખ વોટર્સ છે તેઓ ૧૧૭માંથી ૭૦ વિધાનસભા બેઠકો પર પ્રભાવ ધરાવે છે.
રાજકીય વર્તુળોમાં ચાલતી ગુસપુસ પ્રમાણે પેરોલ પર છૂટેલા બાબાએ ગુપ્તરાહે તેમના ભક્તોને ભાજપને વોટ કરવા મેસેજ પહોંચાડ્યો હતો. ચૂંટણી પૂરી થતાં ફરી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જે સરકાર ગુરમીતનો ઉપયોગ સત્તાકીય લાભ માટે કરી રહી છે તે તેને જેલમાં શું સુવિધા પૂરી નહીં પાડતી હોય તે વિચારવાનો મુદ્દો બની રહે છે. બળાત્કારી બાબાને છોડવાથી પંજાબની ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો થશે તે પરિણામના દિવસે ખબર પડશે, પરંતુ ધર્મના આવા રાજકીય દુરઉપયોગથી દેશને જે નુકસાન છે તે જગજાહેર છે.HS