૨૫ મામલતદારોની સાગમટે બદલીનાં હુકમ કરવામાં આવ્યાં
અમદાવાદ, રાજ્યનાં ૨૫ મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજ્યનાં ડેપ્યુટી સેક્રેટરી અમિત ઉપાધ્યાય દ્વારા મામલતદારોની આ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાનાં પડધરી મામલતદાર તરીકે ફરજ બજાવતાં બી.એન. વીરોજાને અમદાવાદ સ્પીપામાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે પેટલાદના મામલતદાર એમ.વી. રાઠોડને રાજકોટ શહેરની દક્ષિણ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમરેલીના ખાંભાના મામલતદાર આર.બી. બારીયાની પબ્લીક રિલેશન ઓફીસર તરીકે આણંદ કલેક્ટર કચેરીમાં મુકવામાં આવ્યા છે. લીલિયાના મામલતદાર બી.એમ. પટેલને વડોદરા સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીમાં મામલતદાર તરીકે નિયુક્ત કરાયી છે. અમરેલી કલેક્ટર કચેરીમાં ચિટનીશ તરીકે ફરજ બજાવતા ડી.કે. જગડને જામનગર કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.
જ્યારે આણંદનાં મામલતદાર કે.એમ. રાઠોડને અમરેલી કલેક્ટર કચેરીમાં, ભરુચના હણસોટના મામલતદાર એફ.બી. વસાવાને ધરમપુર-વલસાડ, ભરુચના મામલતદાર આર.સી. ચૌહાણને નડીયાદ મામલતદાર તરીકે તેમજ દેવભૂમિ દ્વારકાનાં કલેક્ટર ઓફીસમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.બી. દેસાઈની વડોદરા સીટી ઇસ્ટ કચેરીનાં મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.
તેની સાથે કોડીનારના મામલતદાર કે.જે. મારુને માણાવદર મુકવામાં આવ્યા છે. વિસાવદરનાં મામલતદાર વી.કે. મોઢવાડીયાને પાટડીના મામલતદાર બનાવાયા છે.
જ્યારે મેંદરડાનાં મામલતદાર નેહા સોજીત્રાની સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે બદલી કરાયી છે તેની સાથોસાથ નડીયાદ મામલતદાર એસ.જી. ઝાલાને સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં ડીઝાસ્ટર વિભાગનાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. તેમજ લખપત કચ્છના મામલતદાર જે.એન. દરબારની ચાણસ્મા મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.
ભુજના મામલતદાર પી.સી. પરમારની બોટાદ, ડેડીયાપાડાના મામલતદાર આર.આર. ચૌધરીની પારડી મામલતદાર તરીકે, ચાણસ્માના મામલતદાર એન.પી. પાલની સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદરના મામલતદાર બી.એચ. કુબાવતને ગીર સોમનાથની કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. તેની સાથે સાબરકાંઠાના મામલતદાર કે.એમ. રાજપુતને કલેક્ટોરેટ ભરુચમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
સુરેન્દ્રનગરના મામલતદાર એચ.વી. પટેલને વિજાપુર, વડોદરા સિટીનાં મામલતદાર જે.એન. પરમારની જલાલપુર (નવસારી), પાટડીના મામલતદાર કે.એસ. પટેલની વિસાવદર, ધરમપુરના મામલતદાર કુ. મઢવી મિસ્ત્રીની વલસાડ કલેક્ટર કચેરીમાં એડીશ્નલ ચીટનીશ તરીકે બદલી કરવામાં આવી છે.
તેમજ માણાવદરનાં મામલતદાર એન.એચ. રામને ખાંભા મામલતદાર તરીકે અને વિજાપુરનાં મામલતદાર હેમાંગીની ગુર્જરને સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં એડીશ્નલ ચીટનીશ તરીકે મુકવામાં આવ્યા છે.SSS