ઉત્તર ગુજરાતના ગુજરાતીઓ માટે હરિદ્વારમાં હરી હેરીટેજ શરૂ કરાઈ
દેશ-વિદેશના ગુજરાતીઓ માટે એન.આર.જી. કાર્ડધારક તેનો ઉપયોગ કરી શકશે
બાયડ, વિશ્વ સહીત ભારતના વિવિધ રાજયોમાં વસવાટ કરતા ગુજરાતીઓ હરીદ્વારની મુલાકાતે આવે ત્યારે યોગ્ય સ્થળે રોકાઈ શકે તે માટે ગુજરાત સરકારના એન.આર.આઈ. વિભાગ દ્વારા સંચાલિત એન.આર.જી. ફાઉન્ડેશન દ્વારા હરીદ્વારમાં આવેલી હરી હેરીટેજ હોટલને ગુજરાત બહાર પ્રથમ લાભાર્થી તરીકે ઓળખવામાં આવી છે.
હરીદ્વારમાં આવતા દેશ-વિદેશના ગુજરાતીઓ કે જેમની પાસે એન.આર.જી. કાર્ડ છે તેઓ તેનો ઉપયોગ કરી શકશે. ગાયત્રી પરીવાર દ્વારા પણ અનેક પરીવારોને એન.આર.જી. કાર્ડ આપવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ગુજરાતીઓ સમગ્ર દેશ ઉપરાંત વિશ્વમાં પણ વસવાટ કરતા હોય છે. ગુજરાતીઓએ ધંધા-રોજગારને ક્ષેત્રે પોતાની આગવી નામના મેળવવાની સાથે ગુજરાતની સંસ્કૃતિને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓએ એન.આર.જી. ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.
તેનો મુખ્ય ઉદેશ્ય વિશ્વ સહીત ભારતના વિવિધ રાજયોમાં વસતા ગુજરાતીઓ તેમના કામ માટે આવે ત્યારે યોગ્ય સ્થાને રોકાણ કરી શકે છે. વર્ષોથી ગુજરાતની બહાર દેશ-વિદેશમાં વસવાટ કરે છે. અને પોતાના કોઈ કામ માટે ગુજરાતમાં આવે છે. તેઓને સરકારી કામોથી લઈને ખરીદી સુધીનો સહકાર મળે છે.
જેથી એન.આર.જી.ડીવીઝન દ્વારા રાજયભરની સંસ્થાઓ સાથે કરારો થયા હતા. નોના રેસીડેન્સીયલ ગુજરાતી એટલે કે એન.આર.જી. ફાઉન્ડેશન દરેક એન.આર.જી.ને તેમની માતૃભૂમિ સાથે જાેડવા માટે એક અનન્ય અને અનન્ય ગુજરાત ઓળખકાર્ડ જારી કરે છે.
દેશ કે વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓ આ ગુજરાત આઈ.ડી. કાર્ડ દ્વારા વિશેષ ભાવ વિશેષાધિકારી મેળવી શકે છે. દેવભુમી હરીદ્વારની મુલાકાત લેતા ગુજરાત કાર્ડધારકો માટે ગુજરાતની બહાર આ પ્રથમ સંસ્થા બની છે. એન.આર.જી. કાર્ડ ધારક અને ગુજરાતી સંસ્થાના વડા રાજેશ પાઠક, પવન દવે, મેહુલ પટેલ, કિવન દેસાઈ વગેરેએ તેમાં જરૂરી માર્ગદર્શન આપી રહયા છે.