Western Times News

Gujarati News

બાયડની બે દિકરીઓએ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં નામ રોશન કર્યુ

શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછુ ઉમેરાયુ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકાની શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસ, દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં સતત અગ્રેસર રહીને બાયડ તાલુકાનું અને અરવલ્લી જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરી રહી છે,

ત્યારે ચાલુ વર્ષે નેશનલ સાયન્સ કોંગ્રેસમાં સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે રાજ્ય કક્ષાએ ભાગ લીધા બાદ ગત અઠવાડિયે ડાયટ અરવલ્લી દ્વારા આયોજિત ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળા નો પ્રોજેક્ટ પાણીના શુદ્ધિકરણ કરવા માટેની ઇકો ફ્રેન્ડલી પદ્ધતિ વિભાગ-૧ માં સમગ્ર બાયડ નોડલ તેમજ અરવલ્લી જિલ્લામાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે રાજ્યકક્ષા માટે ફરીથી પસંદગી પામેલ છે.

સદર પ્રોજેક્ટ શાળાના પ્રિન્સીપાલ શ્રી ઉન્મેશ પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ શાળાની બે બાળ વૈજ્ઞાનિકો કુમારી પ્રીતિબેન જીતેન્દ્રભાઈ વાળંદ અને કુમારી હેતલબેન સજ્જન સિંહ સોલંકી એ ખૂબ સુંદર રીતે પ્રોજેક્ટ રજૂ કર્યો હતો…. ગત વર્ષે પણ શાળા નો પ્રોજેક્ટ વિભાગ-૫ મા રાજ્યકક્ષાએ ગયો હતો

આમ શાળાના પ્રિન્સીપાલ શ્રી ઉન્મેષ પટેલ દ્વારા સતત ૧૦મી વખત રાજ્ય કક્ષાએ ગણિત વિજ્ઞાન ક્ષેત્રે જવાની એક વિરાટ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે…. જેને શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસ, શાળા પરિવાર તેમજ નવયુવક કેળવણી મંડળના ચેરમેન શ્રી કાન્તીભાઈ આર પટેલ મંત્રીશ્રી સુનિલભાઈ પટેલ, શ્રી પી એમ પટેલ તેમજ સૌ સભ્યશ્રીઓ અને વાલીઓએ આવકારી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.