બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફે જન્મદિવસ ઉજવ્યો
મુંબઇ, હીરોપંતી, બાગી અને વૉર જેવી હિટ ફિલ્મો આપી ચૂકેલા બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ છે. ટાઈગર શ્રોફને અભિનયની સાથે સાથે એક્શન સીન્સ, ડાન્સિંગ સ્કિલ અને ફિટનેસ માટે પણ વખાણવામાં આવે છે. ટાઈગરના નામની પણ ઘણી ચર્ચા થતી હોય છે.
સામાન્યપણે આ પ્રકારનું કોઈનું નામ હોતુ નથી. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે વર્ષ ૧૯૯૦માં જ્યારે ટાઈગરનો જન્મ થયો ત્યારે તેના પિતા જેકી શ્રોફ અને માતા આયશા શ્રોફે તેનું નામ જય હેમંત શ્રોફ રાખ્યુ હતું. પરંતુ જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે તેનું નામ ટાઈગર રાખવામાં આવ્યું.
ટાઈગર શ્રોફે પોતે એકવાર ખુલાસો કર્યો હતો કે કઈ રીતે તેના અસલી નામના સ્થાને એક અસાધારણ નામથી તેને લોકો ઓળખવા લાગ્યા. વર્ષ ૨૦૧૪માં એક ઈન્ટર્વ્યુમાં ટાઈગર શ્રોફે ખુલાસો કર્યો હતો કે, બાળપણમાં મને લોકોને બચકું ભરવાની આદત હતી.
જેના કારણે મને લોકો મારી સરખામણી ટાઈગર સાથે કરતા હતા. હું મારી આસપાસના તમામ લોકોને બચકું ભરતો હતો. એકવાર મેં મારા સ્કૂલ ટીચરને પણ બચકું ભર્યુ હતું, જેના કારણે મને સજા પણ મળી હતી. આ આદતને કારણે લોકો મને ટાઈગર કહીન બોલાવવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોતાનું નામ ટાઈગર હોવાને કારણે ટાઈગર શ્રોફ એક નેક કામ કરવા પણ પ્રેરિત થયો હતો.
વર્ષ ૨૦૧૪માં અભિનેતાએ નાગપુરના મહારાજબાગ ઝૂમાં એક વાઘને દત્તક લીધો હતો. હિરોપંતીના પ્રમોશન દરમિયાન તેણે આ ઝૂની મુલાકાત લીધી હતી. તે સમયે સાથે અભિનેત્રી કૃતિ સેનન પણ હતી. તેમણે લી નામના આ વાઘને દત્તક લઈને સ્પાઈડરમેન ફિલ્મનો એક ડાયલોગ પોસ્ટ કર્યો હતો કે, મહાન શક્તિની સાથે સાથે મોટી જવાબદારી પણ આવે છે.
૩૨ વર્ષીય ટાઈગર શ્રોફે જણાવ્યું કે, લોકોને આશા હતી કે હું મારા પિતાની જેમ બોલિવૂડમાં કામ કરીશ, પરંતુ શરુઆતમાં હું અલગ ફીલ્ડમાં કરિયર બનાવવા માંગતો હતો. મને સ્પોર્ટ્સમાં વધારે રસ હતો. ફૂટબોલ મારી મનપસંદ રમત છે.
પરંતુ ત્યારે હું નાનો હતો, પરંતુ મને જાણકારી હતી કે મારા પર લોકોને આશાઓ છે. મારા પિતાની મિત્રો હંમેશા મને બોલિવૂડમાં જાેવાની વાતો કરતા રહેતા હતા. ટાઈગર શ્રોફે વર્ષ ૨૦૧૪માં હીરોપંતી ફિલ્મ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અત્યારે તે આ એક્શન મૂવીના બીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે. હીરોપંતીના બીજા ભાગમાં તારા સુતારિયા પણ જાેવા મળશે. પહેલા ભાગમાં કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતી.SSS